૩૦ વર્ષના યુવાનનું ટીવી જોતી વખતે હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં નાની વયના યુવાનોના હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી નાની વયના યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાના બનવો વધી રહ્યા છે. ત્યારે પડધરીના નારણક ગામે બિહારી યુવાનને ટીવી જોતા-જોતા હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.
પડધરીના નારણકા ગામે આવેલ વિરાજ પ્લાસ્ટીક નામના કારખાનામાં કામ કરતાં મૂળ બિહારના સુધીરભાઈ દેવનાથભાઈ રામ (ઉ.વ.35)બુધવારે રાત્રીના પરીવાર સાથે જમ્યા બાદ ટીવી જોતો હતો ત્યારે રાતે છાતીમાં દુઃખાવો ઉપડતાં અને બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક ત્રણભાઈમાં સૌથી નાના અને સંતાનમાં પાંચ પુત્ર છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.