આજથી સૌરાષ્ટ્ર કચ્છના 7 હજાર સસ્તા અનાજના વેપારીઓ હડતાલ ઉપર
દુકાનદારોને દર મહિને રૂ.20 હજાર મહેનતાણું ચૂકવવા સહિતની ત્રણ મુખ્ય માંગણીઓ
લાંબા સમયથી જુદી-જુદી માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સસ્તા અનાજના સૌરાષ્ટ્ર-કચ્છના 7 હજારથી વધુ વેપારીઓ આજથી હેડતાલ ઉપર જવાન છે ત્યારે તહેવારોમાં જ ગરીબ કાર્ડ ધારકોને વધારાની ખાંડ તેમજ ખાધ્ય તેલનો જથ્થો મળશે નહિ. પરિણામે રાજકોટના બીપીએલ, અંત્યોદય તેમજ એનએફએસએ કાર્ડ ધારકોના તહેવારો બગડવાની સંભાવના પ્રબળ બની છે. સસ્તા અનાજના વેપારીઓની એક જ માંગ છે કે, દર મહિને મહેનતાણા પેટે રૂપિયા 20 હજાર સરકાર ચૂકવે. પુરવઠા નિગમના જથ્થામાંથી ઘટ આવે છે તેનું નિરકરણ લાવો અને કમિશન વધારો. આ માંગણીઓનો સ્વીકાર થશે તો જ હળતાલ પૂર્ણ થશે. દરમિયાન રાજ્યના પુરવઠા કમિશ્નર કાલે સસ્તા અનાજના હોદ્દેદારોને મળવા બોલાવવાના છે. તેમની સાથે ચર્ચા પણ કરવાના છે. આજે જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ દ્વારા તમામ સસ્તા અનાજના હોદ્દેદારો બોલાવવમાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ફેરપ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના 17 હજાર અને સૌરાષ્ટ્ર-કચ્છના 7 હજાર તેમજ રાજકોટ શહેરના 196 અને જિલ્લાના 650 જેટલા સસ્તા અનાજના વેપારીને દર મહિને રૂ.20 હજારનું મહેનતાણું ચૂકવવું તેમજ પુરવઠા નિગમ દ્વારા જે અનાજનો જથ્થો મોકલવામાં આવે છે તેમ આવતી વિતરણની ઘટ થતાં છેલ્લા 15 વર્ષથી સસ્તા અનાજના દુકાનદારોની મુખ્ય સમસ્યા છે.