રાજકોટ યાર્ડમાં તા.30મીથી 7 દિવસનું દિવાળી વેકેશન
શાકભાજી વિભાગમાં તા.1થી 5 નવેમ્બર રજા
દિવાળીના તહેવાર નિમિતે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.30મીથી સતત સાત દિવસનું મીની દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, રાજકોટના બેડી યાર્ડ ઉપરાંત જુના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને ઘાસચારા વિભાગમાં પણ અલગ -અલગ દિવસનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને મુખ્ય બેડી યાર્ડ ખાતે તા.30મી ઓક્ટોબરથી તા.5 નવેમ્બર રજા જાહેર કરવામાં આવી છે. જયારે જુના માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી વિભાગમાં તા.1 નવેમ્બરથી તા.5 નવેમ્બર સુધી હરરાજી બંધ રાખવામાં આવશે. સાથે જ બટેટા વિભાગમાં તા.1થી 4 નવેમ્બર, ડુંગળી વિભાગમાં 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર અને ઘાસચારા વિભાગમાં તા.31થી તા.4 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.