ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી 7 કરોડનું કૌભાંડ
બીન સચિવાલય કલાર્કનીભરતીના નકલી ઓર્ડર બનાવી સૌરાષ્ટ્રના 200થીઉમેદવારો સાથે છેતરપિંડી
એક શખ્સની ધરપકડ:જિલ્લાના રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફેબ્રઆરી 2022માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં સૌરાષ્ટ્રના 200થી વધુ સરકારી નોકરી વાચ્છુકોને સરકારી નોકરી અપાવી દેવાનાબહાનેજિલ્લાના યુવા રાજકીય આગેવાનના ભાણેજ સહિત બે શખ્સોએ નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર ધાબડી રૂ.10 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં 200થી વધુ યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા હોય આશરે 7 કરોડથી વધુની રકમ નોકરી વાચ્છુકોએ ગુમાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જૂનાગઢ જિલ્લાના જીંજરી ગામના વતની અને ઝાંઝરડા રોડ જૂનાગઢ રહેતા રવિરાજભાઇ મનસુખભાઇ કુંડારીયાએ પાટણવાવ નજીક આવેલા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણી અને ધોરાજીના નિકુંજ માવાણી નામના શખ્સોએ બીન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ દઇ સરકારી નોકરીના બોગસ કોલ લેટર તૈયાર કરી ખોટી સહી રુા.10 લાખ લઇ નોકરીનો બોગસ કોલ લેટર આપી છેતરપિંડી કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવીહતી. પોલીસે આ મામલે તપાસ કરતાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર સહિતના 200 જેટલા શિક્ષિત બેરોજગાર સાથે આ શખ્સોએ કરોડોની ઠગાઇ કર્યાનું ખૂલ્યું છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબી સહિત જિલ્લા પોલીસની જુદી જુદી ટીમ બનાવી તપાસ કરી કૌભાંડના સુત્રધાર નવનીત કાંતી રામાણીની ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજ નિકુંજ માવાણીની શોધખોળ હાથધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તા.13-2-22ના રોજ લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરિક્ષામાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુંક ઓર્ડર અપાવી દેવાની લોભામણી લાલચ દઇ કલાણાના નવનીત કાંતી રામાણીએ રુા.15 લાખની માગણી કર્યા બાદ રુા.12 લાખમાં સોદો નક્કી કરી પ્રથમ રુા.1.50 લાખ એડવાન્સ લીધા હતા. પરિક્ષા બાદ રવિરાજભાઇ કુંડારીયાને અમદાવાદના બોપલ ખાતે આવેલી સુર્યા ઇન હોટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા.ત્યારે હોટલમાં બીન સચિવાલય કલાર્કની નોકરી માટે કુતિયાણાના આશિષ બોખીરીયા, જામ જોધપુરના કોમલભાઇ બકોરી, ડુંગરી ગામની દિશાબેન ચનીયારા અને શિતલબેન છુછરપણ આવ્યા હતા. તેનોની સાથે વાત ચીત દરમિયાન નવનીત રામાણીને નોકરી અપાવવાના બદલામાં રુા.15 લાખ આપવાનું નક્કી થયાનું જણાવ્યું હતું. પાંચેયને ધોરાજીના નિકુંજ મળ્યો હતો તે પાંચે નોકરી ઇચ્છુકોને ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે લઇ જવામાં આવ્યા હતા ત્યાં પાંચેયને બહાર ઉભા રાખી તેમના ડોક્યુમેન્ટ લઇને એક ઓફિસમાં ગયા બાદ ડોકયુમેટ સબમીટ થયાનું જણાવી ત્રણ દિવસમાં ઓર્ડર આવી જશે તેમ કહી અમદાવાદની હોટલમાં રોકયા હતા ત્યારે બાદ તમામને રવાના કરી દઈ નોકરીનો નિમણુંક પત્ર તેમના ઘરે આવી જશે તેમ વાત કરી હતી. અને થોડા દિવસો બાદ તમામને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી, ગાંધીનગર આરોગ્ય નિયામક, પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની બોગસ સહી કરેલા તૈયાર કરેલા ડુપ્લીકેટ કોલ લેટર ધાબડી તમામ પાસેથી રુા.12 થી 15 લાખ સુધીની રકમ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બંને શખ્સોએ જુદા જુદા શહેરના 200થી વધુ નોકરી ઇચ્છુકો પાસેથી 12 થી 15 લાખ ખંખેરી અંદાજે પાંચ થી છ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકાવ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા યુવા રાજકીય આગેવાન ગણાતા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણીની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ હાથધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. ગોહિલ અને પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એન.ચાવડા સહિતના સ્ટાફેવધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલનું નામ વટાવ્યું
તા.13-2-22ના રોજ લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરિક્ષામાં પાસ થવા રૂ.15 લાખ આપ્યા બાદ જ્યારે પાસ થયેલ ઉમેદવારોની યાદીમાં ફરિયાદી રવિરાજકુંડરિયાનું નામ ન આવતા રવિરાજે આ બાબતે નવનીતેનો સંપર્ક કર્યો ત્યારે નવનીતે જણાવ્યું કે, ભલે તમારૂ નામ રિઝલ્ટમાં ન હોય પરંતુ તમારોગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વડા હસમુખપટેલ સાહેબની સહી વાળો નિમણૂક પત્ર ઘરે આવશે. થોડા દિવસ બાદ નવનીતે ઉમેદવારોને અમદાવાદ બોપલમાં સૂર્ય ઈન હોટેલમાં લઈ ગયો હતોઅને ત્યાં હાજર તમામ ઉમેદવારોને પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલનું નામ વટાવ્યું હતું.