65 વર્ષના નવલબેન આત્મનિર્ભર બની વર્ષે સવા કરોડની કમાણી ભલભલા બિઝનેસમેનને પછાડ્યા
બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામના મહિલા ખેડૂતે કમાલ કરી આઈએએસ કરતા પણ વધુ કમાણી કરી
અભણ હોવા છતાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી નારી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું
દેશના વડાપ્રધાન દ્વારા મહિલા આત્મ નિર્ભર યોજના થકી અનેક મહિલાઓ આત્મ નિર્ભર બને તે માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામના વતની નવલબેન તમામ પ્રતિકૂળતાઓને પાર કરી સંઘર્ષ ક કરીને તેમના જિલ્લામાં મીની-ક્રાંતિ શરૂ કરી. નવલબેન દૂધ વેચીને દર મહિને રૂ.3.50 લાખ રૂપિયાનો નફો કરીને રેકોર્ડ બનાવ્યો હતો. બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી આત્મનિર્ભર બની એક આઈએસએસ અધિકારીની આવક જેટલી આવક મેળવે છે.
બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી. જેઓ ગત વર્ષ માં બનાસડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે 87 લાખ રૂપિયાની આવક માત્ર પશુપાલન માંથી મેળવી છે, નવલબેને માત્ર 15 જેટલા પશુઓ થી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકો ની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આજે આત્મનિર્ભર બની આ મંજિલ પર પહોંચ્યા છે. આજે તેમની પાસે 150 જેટલા પશુઓ છે, 65 વર્ષની ઉંમરના નવલબેન અત્યારે દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે અને એક દિવસ માં 800 થી 1000 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે. 15 દિવસે 4 થી 5 લાખ રૂપિયા ની આવક તેમના ખાતા માં જમા થાય છે. જેમાં ખર્ચ ને બાદ કરતાં તેઓ 2 લાખ જેટલી બચત કરી રહ્યા છે.
એક ગરીબ કુટુંબ માં થી આવતા નવલબેન દલસંગ ભાઈ ચૌધરીએ 12 વર્ષ પહેલાં 15 જેટલા પશુ થી પશુપાલન ની શરૂઆત કરી હતી આજે નવલબેન પાસે 120 દુધાળા પશુ સહિત 150 જેટલા પશુઓ છે.ટેકનોલોજી ના જમાનામાં અદ્યતન ટેકનોલોજી થી પશુપાલન નો વ્યવસાય કરી આજે બનાસકાંઠા મા સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે. પશુપાલન નો વ્યવસાય શરૂ કરનાર નવલબેન સાથે આજે 10 થી વધુ લોકો કામ કરે છે. નવલ બેન પોતે અભણ હોવા છતાં બાળકો ને ઉચ્ચ શિક્ષણ આપી અને પોતાની દીર્ઘદ્રષ્ટિ નો પરિચય આ સ્વમાની મહિલાને આપ્યો છે. પશુ પાલન નો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલવવાનાર નવલબેને નારી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ:નવલબેન ચૌધરી એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી ઘરે બેઠા કરતા મહિલા પશુપાલક નવલબેન ચૌધરીનું માનવું છે કે દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે. મહિલા આત્મનિર્ભર બને છે. અને, બનાસ ડેરી માં એક વર્ષ માં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરનાર નવલબેનને સૌથી વધુ દૂધ ભરાવવા નો એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે આ એવોર્ડથી ખુશી વ્યક્ત કરી હતી અને સાથે હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાય માં અવ્વલ રહેવા માંગતા હોવાનું જણાવ્યું હતું.