વાહ શું વાત છે… નવી જનાના હોસ્પિટલના લોકાર્પણના 48 કલાકમાં જ 60 બાળકોની ડિલેવરી કરાઇ
રાજકોટમાં કરોડોના ખર્ચે બનવામાં આવેલી આધુનિક જનાના હોસ્પિટલનું ગત તા 25ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કર્યાના સાથે જ હોસ્પિટલ ધમધમવા લાગી છે. અને નવજાત બાળકોની ચિચિયારીઓથી ગુજવા લાગી છે. ત્યારે આ હોસ્પિટલમાં છેલ્લા માત્ર 48 કલાકમાં હોસ્પિટલમાં 60 બાળકો જન્મ થયો હતો.
જેમાં 32 નોર્મલ ડિલેવરી કરાવવામા આવી હતી.તેની સાથે જ નવી હોસ્પિટલમાં બે દિવસમાં 800 થી વધુ દર્દીઓએ તપાસ માટે વિઝિટ કરી ચૂક્યા છે. ત્યારે આ સાથે સગર્ભા માતાઓને અહી કાઉન્સિલિંગની કરવામાં આવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલમાં કોઈ ગંદકી ના ફેલાવે તે માટે ગેટ પર જ દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને પાન-માવા સાથે જો કોઈ જાણે તો તે તે ચીઝ વસ્તુનો નાશ કરવામાં આવે છે. સાથે જ અહીંયા બાળકો માટે મિલ્ક બેંક બનાવવામાં આવી છે.
ત્યારે રાજ્યમાં સરકારી મિલ્ક બેંક એકમાત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. . ઉલ્લેખનીય છે કે અહીંયા રાજાશાહી સમયની જનાના હોસ્પિટલ હતી. જેને તોડીને 11 માળની અધતન જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.