રાજકોટ સહિત રાજ્યની ધો.10 અને ધો.12ની 51 સ્કૂલને મળી માન્યતા
આ વર્ષે પ્રથમ વખત એપ્રિલ ના બદલે ફેબ્રુઆરીમાં બોર્ડ દ્વારા કાર્યવાહી કરાતા સ્કૂલ સંચાલકોને થયો ફાયદો: કુલ 314 સ્કૂલ શરૂ કરવા આવી હતી અરજી
નવા વરસ માટે ગુજરાતમાં ધોરણ 10 સુધીની 51 અને ધોરણ 12 સુધી 51 નવી સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત ધોરણ 9 થી 12 ની સ્કૂલ ની માન્યતા માટે ગત ફેબ્રુઆરી મહિનામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
દર વર્ષે નવી સ્કૂલ માટેની મંજૂરી લેવા માટેની પ્રક્રિયા એપ્રિલ અને મે મહિનામાં કરવામાં આવે છે જ્યારે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં નવા શૈક્ષણિક વર્ષ માટે કુલ 314 સ્કૂલ શરૂ કરવા માટેની અરજી શિક્ષણ બોર્ડને મળી હતી. સમિતિ દ્વારા સ્થળ તપાસ અને જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ધોરણ 10 અને ધોરણ 12 સુધીની 51 સ્કૂલને માન્યતા આપવામાં આવી છે.
આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં આ કાર્યવાહી થઈ હોવાથી શાળા સંચાલકોને પણ તેનો લાભ મળ્યો છે, જે સ્કૂલોને માન્યતા નથી મળી તેમને અપીલ અને ડોક્યુમેન્ટ્સની કામગીરી માટે પૂરતો સમય મળી રહેશે.