બેડી પાસે વાડી માંથી 472 બોટલ દારૂ પકડાયો
ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસામાં
બેડી ચોકડી પાસે વાડીમાં દારૂનુ કટીંગ વખતે એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગરઅને તેમની ટીમે દરોડો પાડી વાડીમાંથી વિદેશી દારૂની 472 બોટલ સાથે બેડીગામના ચંદ્રેશ બાબુલાલ સાધરીયાની ધરપકડ કરી દારૂ, કાર, બે બાઈક સહિત રૂા.4.51 લાખનો મુદામાલ કબ્જે કરી દરોડા દરમ્યાન નાસી છૂટેલા શખ્સોની શોધખોળ શરૂ હતી.શહેરમાં અલગ અલગ જગ્યાએ થયેલ ચીલઝડપના સાત ગુનામાં સંડોવાયેલાધ્રોલના ગોવિંદ કુરજી ધામેચા (ઉં.45) વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્ર્નરને મોકલાતા આરોપીને ભૂજ જેલમાં મોકલવાનો આદેશ કરતા ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડી જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.