43.7 ડિગ્રી : રાજકોટમાં બપોરે 22 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઈ
સમગ્ર રાજ્યમાં 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું : ચાર શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર
રાજકોટ : હિટવેવની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે ત્યારે મંગળવારે 45.4 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર શહેર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું, સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી રહ્યું હતું જો કે, બપોરના સમયે 22 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને અસહ્ય લૂ સહન કરવી પડી હતી.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં રેડ અને યલો એલર્ટ આપ્યું છે ત્યારે મંગળવારે 45.4 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર શહેર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું સાથે જ રાજ્યના ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને વટાવી જતા બપોરના સમયે લોકોની ચહલ ફળ ઘટી જતા માર્ગો સુમસામ ભાસ્યા હતા. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી ઉપર સ્થિર થયું હતું જો કે,આ અંગ દઝાડતા તાપ સાથે બપોરના સમયે પવનની ગતિ 22 કિલોમીટર પ્રતિકલાક થતા આકરી લૂ માં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
મંગળવારના દિવસે રાજ્યમાં ચાર શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો હતો જેમાં અમદાવાદમાં 45.2 ડિગ્રી, ગાંધીનગરમાં 45.0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.4 ડિગ્રી, અમરેલીમાં 45.0 ડિગ્રી, વડોદરામાં 44.2 ડિગ્રી ભાવનગરમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 43.7 ડિગ્રી, ડીસા 43.0 ડિગ્રી, ભુજમાં 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ખુબ જ નીચું રહ્યું હતું.