રાજકોટમાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન, અમરેલીમાં 42 ડિગ્રી
43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી
સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની અસરતળે સુરેન્દ્રનગરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 43.1 ડિગ્રી વટાવી ગયો હતો સાથે જ રાજકોટ, અમરેલીમાં પણ તાપમાનનો પારો ઉચકાઈ 42 ડિગ્રીને વટાવી ગયો હતો, બુધવારે અમદાવામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગના સતાવાર આંકડા મુજબ બુધવારે રાજકોટમાં 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, અમરેલીમાં 42.0ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી, અમદાવાદમાં 43.0 ડિગ્રી, ભુજમાં 41.7 ડિગ્રી, ભાવનગરમાં 39.0 ડિગ્રી, કંડલામાં 36.2 ડિગ્રી, પોરબંદરમાં 34.6 ડિગ્રી અને વડોદરામાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.