રાજકોટ જિલ્લામાં છ સ્થળે શ્રાવણીયો જુગાર રમતા 40 પકડાયા
જેતપુર,પડધરી,કોટડાસાંગાણી,શાપર અને ગોંડલ પંથકમાં પોલીસના દરોડા
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારના નાના-મોત ફિલ્ડ શરૂ થઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં પોલીસે અલગ અલગ ૬ દરોડાોમાં 40 શખ્સોની ધરપકડ કરી રૂ.2.55 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. જેતપુરના દેરડી ગામે ૯, પડધરીના ઢોકળીયા ગામે ૮, કોટડા સાંગાણીના નાના માંડવા ગામે ૪,શાપર-વેરાવળમાં બે સ્થ૯ળે 13 અને ગોંડલના ઘુડશીયામાં પતા ટીંચતા ૬ શખ્સોડ હતા.
જેતપુર તાલુકા પોલીસે દેરડી ગામ વીડી વિસ્તા૦રમાં રૂા. ૮પ,ર૭૦ની રોકડ સાથે 9ને ઝડપી લીધા હતાં. પડધરી પોલીસે ઢોકળીયા ગામની સીમમાં વાડી માલીક સહિત રોકડા રૂા. ૧,૧ર,૦૦૦ મોબાઇલ નંગ ૮, બે બાઇક તથા એક કાર મળી કુલ રૂા. ૪.૬૦ લાખના મુદામાલ સાથે 8ને ઝડપી લીધા હતાં.જ્યારે કોટડા સાંગાણી પોલીસે નાનામાંડવા ગામે ૧૦૪૪૦ ના મુદામાલ સાથે 4ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. શાપર-વેરાવળ પોલીસે બેદરોડામાં 13 શખ્સોને રૂ. 49110ની રોકડ સાથે રૂા.૧.૯૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.ગોંડલ તાલુકા પોલીસે ઘુડશીયા ગામેથી રોકડા રૂા.૧૧૦૪૦ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.