સાયલાના નાગડકા ગામેથી 4કિલો 920 ગ્રામ અફીણ પકડાયું
સુરેન્દ્રનગરના સાયલાતાલુકાના નાગડકા ગામેએસઓજીએ 4.920 કિલો અફિણના ડોડવાસાથે કાઠી દરબાર શખ્સની ધરપકડ કરી છે.સાયલા તાલુકાના નાગડકા ગામે બાબભાઇ વાસભાઇ ખાચર અફીણના ડોડવાનુંવેચાણ કરતો હોવાની ચોકકસ બાતમીના આધારે એસઓજી પી.આઇ. સંજયસિંહ જાડેજાસહીતના સ્ટાફે દરોડો પાડયો હતો.નાગડકા ગામના બાબભાઇ વાસભાઇ ખાચર (ઉ.45)ના ઘરે તપાસ કરતાં રૂા.14750ની કિંમતના 4.920 કિલો અફિણના ડોડવા ભરેલો કોથળો મળી આવ્યો હતો. એસઓજીની ફરિયાદને આધારે બાબભાઇ વાસભાઇ ખાચર સામે ધજાળા પોલીસ સ્ટેશનમાં એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જેતપુરમાં ગેસ રીફલીંગના કૌભાંડ પકડાયું
જેતપુરમાં ભાદરના સામાકાંઠે ચામુંડા ચોકમાં ટી.કે.પ્રોવિઝન સ્ટોરની સામે રહેતાં સાકીર સુલેમાન સમા (ઉ.વ.31) નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદેસર ગેસ રીફલીંગ કરતો હોવાની સચોટ બાતમીના આધારે દરોડો પાડી સાકીર વસાને ઝડપી મકાનમાંથી ગેસ નાના-મોટા છ ગેસ સીલીન્ડર, રેગ્યુલેટર,વજન કોટી-2મળી કુલ રૂ।.17200નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.