રાજકોટને રહેવાલાયક’ બનાવવા ખર્ચાશે ૩૧૧૨ કરોડ !!
RMCનું ૨૦૨૫-૨૬નું ૩૧૧૨.૨૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: ગત વર્ષ કરતાં ૨૮૦.૩૮ કરોડનો વધારો
૭ નવા ફાયર સ્ટેશન, કૂવાડવા રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ પર પ્રવેશદ્વાર, વોર્ડ નં.૧૦ અને ૧૧માં નવી લાયબ્રેરી, આર.કે.નગર મેઈન રોડ પર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, અદ્યતન ફૂડ લેબોરેટરી સહિતની યોજનાઓ સામેલ
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું, હવે તેમાં નવા રંગ પૂરશે પદાધિકારીઓ

રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું હતું. ગત વર્ષની તુલનાએ આ વર્ષે બજેટનું કદ ૨૮૦.૩૮ કરોડ રૂપિયા વધી જતાં તેનું કુલ કદ ૩૧૧૨.૨૯ કરોડે પહોંચ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ બજેટને
થીમ’ આધારિત તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટના આ બજેટને લીવેબલ રાજકોટ' મતલબ કે
રહેવાલાયક રાજકોટ’ નામ આપવામાં આવ્યું છે.
આ બજેટમાં સાત નવા ફાયર સ્ટેશન, કૂવાડવા રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ ઉપર પ્રવેશદ્વાર, વોર્ડ નં.૧૦ અને ૧૧માં નવી લાયબ્રેરી, આર.કે.નગર મેઈન રોડ પર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, વોર્ડ નં.૧૦માં અદ્યતન ફૂડ લેબોરેટરી સહિતની યોજનાઓ સામેલ કરવામાં આવી છે. મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાયા બાદ હવે પદાધિકારીઓ ટૂંક સમયમાં તેમાં નવા રંગ મતલબ કે ઉમેરો-ઘટાડો કરીને બજેટ જાહેર કરશે.
બજેટમાં જાહેર કરાયેલી મુખ્ય યોજના યોજના ખર્ચ
વોર્ડ નં.૪માં રાજલક્ષ્મી મેઈન રોડ પર બ્રિજ ૩ કરોડ
કોઠારિયા મેઈન રોડ પર જગ્યા રોકાણ શાખા માટે ગોડાઉન ૩.૫૦ કરોડ
વોર્ડ નં.૧૫માં ફાયર સ્ટેશન ૩.૩૦ કરોડ
વોર્ડ નં.૧માં સ્માર્ટ સિટી લાઈટ હાઉસ સામે ફાયર સ્ટેશન ૪.૨૦ કરોડ
વોર્ડ નં.૧૨માં તપન હાઈટસ પાસે ફાયર સ્ટેશન ૨.૩૦ કરોડ
વોર્ડ નં.૧૮માં ફાયર સ્ટેશન ૩.૮૮ કરોડ
૮૦ ફૂટ રોડ પર શેઠ હાઈસ્કૂલ સામે નવું ફાયર સ્ટેશન ૩ કરોડ
વિરાટનગર, પારડી રોડ પર ફાયર સ્ટેશન-સ્ટાફ ક્વાર્ટર ૩.૫૫ કરોડ
વોર્ડ નં.૨માં એસઆ-૬માં ફાયર સ્ટેશન-સ્ટાફ ક્વાર્ટર ૨.૧૪ કરોડ
આજી ડેમ, રામવન તરફ જવાના રસ્તે બોટનીકલ ગાર્ડન ૩.૪૫ કરોડ
વોર્ડ નં.૧૦માં નવી લાયબ્રેરી ૧.૭૧ કરોડ
કણકોટ મેઈન રોડ પર અક્ષર પ્રાઈમ પાસે લાયબ્રેરી ૭ કરોડ
કોઠારિયા મેઈન રોડ, રણુજા મંદિર પાસે ખોખડદડ નદી પર બોક્સ કલ્વર્ટ ૩ કરોડ
કોઠારિયા નદીની પૂર્વે કેસરીનંદ પાસેના જૂના કોઝ-વેનું નવીનીકરણ ૨ કરોડ
વગડ ચોકથી ટીલાળા ચોક સુધીના પાળ રોડને સિમેન્ટ કોંક્રિટ ૭ કરોડ
કોસ્મોપ્લેક્સ પાસેથી ૧૫૦ ફૂટ રિંગ રોડને જોડતો ૧૮ મીટર રોડ ૮ કરોડ
ફનબ્લાસ્ટથી ઈસ્કોન મંદિર સુધીના રસ્તાને ડેવલપ કરાશે ૭ કરોડ
પુનિતનગરથી રસુલપરા-કાંગશિયાળી રોહને જોડતા રસ્તાને ડબલ ટે્રક કરાશે ૫ કરોડ
વોર્ડ નં.૧૦માં ફૂડ લેબોરેટરી ૩.૫૦ કરોડ
વોર્ડ નં.૧૦માં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલની બાજુમાં સ્કૂલ ૧.૭૧ કરોડ
નાનામવા, આર.કે.નગર મેઈન રોડ પર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ૧.૨૮ કરોડ
વોર્ડ નં.૬માં વોર્ડ ઓફિસ ૧.૭૧ કરોડ
ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ ૫.૦૯ કરોડ
હયાત ૫૧ એમએલડી સાઈટ પર ખાલી રહેલી જગ્યાએ ૫૦ એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૫ કરોડ