રોશની પર્વમાં અંધકાર ન થાય માટે વિજતંત્રના 250 કર્મચારીઓ સ્ટેન્ડ ટુ
પેટા… 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી પીજીવીસીએલની રાઉન્ડ ધ કલોક કામગીરી: વીજલાઈન, પોલ,ટ્રાન્સફોર્મરની આજુબાજુ ફટાકડા ન ફોડવા માટે શહેરવાસીઓને અપીલ
રોશનીના પર્વમાં ક્યાંય અંધકાર ન સર્જાય તે માટે રાજકોટ પીજીવીસીએલની ટીમ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરશે. પીજીવીસીએલએ દિવાળીને અનુલક્ષીને એક્શન પ્લાન ઘડી કાર્યો છે જેમાં એક અઠવાડિયા સુધી 60 એન્જિનિયર અને 200 લાઈન ફરજ પર તૈનાત રહેશે.
પીજીવીસીએલના સીટી અધિક્ષક જે.બી. ઉપાધ્યાયએ એક્શન પ્લાન વિશે જણાવ્યું હતું કે તારીખ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 250 થી વધુ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તમામ 21 સબ ડિવિઝન કચેરીઓમાં આ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે.
રાજકોટમાં પાંચ લાખ ૨૦ ગ્રાહકો છે. દિવાળી ના પર્વમાં ક્યાંય અંધકાર ન થાય અને કોઈ વીજવિક્ષેપ ઊભો ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીજ સંબંધિત કોઈ ફરિયાદ સર્જાય તો તાત્કાલિક તેના નિરાકરણ માટે તેમજ જરૂરી માલ સામાન સબ ડિવિઝન કચેરીમાં રાખવામાં આવ્યો છે.
વીજ લાઈન, ટ્રાન્સફોર્મર,વીજ પોલ ની આસપાસ ક્યાંય ફટાકડા ન ફોડવા માટે અપીલ કરવામાં આવી છે શોર્ટ સર્કિટ નો ક્યાંય બનાવ બને તો તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરવા યાદીમાં જણાવ્યું છે.