ઓમ ફૂડ (US પીત્ઝા)માંથી ૨૫ લીટર આઈસ્ક્રીમ પકડાયો
કૂવાડવા રોડ પર બજરંગ પાણીપૂરીમાંથી ૬ કિલો દાઝીયા તેલનો નાશ: દિવાળી બાદ ફરી ફૂડ શાખાએ કામ પર લાગી
દિવાળીના તહેવારને અનુલક્ષીને મિઠાઈ, મુખવાસ, ઘી, ડ્રાયફ્રૂટ સહિતના મોટાપાયે નમૂના લીધા બાદ હવે તહેવાર પૂર્ણ થતાં જ ફૂડ શાખા ફરી એક્શનમાં આવી છે. ૧૫૦ ફૂટ રિંગરોડ પર વેસ્ટ ગેટ પ્લસમાં આવેલા ઓમ ફૂડ (યુએસ પીત્ઝા) નામની પેઢીમાં દરોડો પાડી ચેકિંગ કરવામાં આવતાં ત્યાં ડેઝર્ટ-ડોન બ્રાન્ડ આઈસ્ક્રીમનો ૨૫ લીટરનો જથ્થો મળી આવ્યો હતો.
આ આઈસ્ક્રીમ પર લેબલિંગની વિગતો દર્શાવાઈ ન્હોતી તેમજ પડતર હોવાનું ખુલતાં તેનો નાશ કરીને નોટિસ ફટકારાઈ હતી. આ ઉપરાંત કૂવાડવા રોડ પર ચામુંડા સોસાયટીમાં આવેલી બજરંગ પાણીપૂરીમાં તપાસ કરાતાં ત્યાંથી છ કિલો દાઝીયું તેલ મળ્યું હતું.
જ્યારે ફૂડ શાખા દ્વારા આજી જીઆઈડીસીમાં ડાયનામેટિક્સ ફોર્જિંગની સામે ડીએમ ટે્રડિંગમાંથી રામદેવ સ્પાઈસી મીક્સ ઈન્ડિયન નમકીન, રામદેવ નવરત્ન મીક્સ ઈન્ડિયન નમકીન, છેડલ્સ મેંગ્લોરી મીક્સ, છેડલ્સ રોસ્ટેડ કોથમીર ચેવડા, પેપરબોટ લીચી-રેડી ટુ સર્વ બેવરેજ (પીણું) તેમજ પેપરબોટ ફ્રુટ ડ્રિન્કના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.