૧૧૭ કરોડની જમીન પર ખડકાયેલા ૨૩ ઝુંપડા-મકાનો તોડી પડાયા
વૉર્ડ નં.૨ના મોચીનગરમાં મહાપાલિકાની મેગા ડિમોલિશન
મહાપાલિકાના દ્વારા શહેરના વૉર્ડ નં.૨માં આવેલા મોચીનગર વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)ના પ્લોટ ઉપર ખડકાઈ ગયેલા ૨૩ ઝુંપડ તેમજ એક પાકા મકાન ઉપર બૂલડોઝર ફેરવી દઈ ૧૧૭ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જગ્યાનું ક્ષેત્રફળ ૨૧૧૯૩ ચોરસમીટર થતું હોવાનું ટીપીઓ એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું. બીજી બાજુ સવારે મહાપાલિકાનું બૂલડોઝર ડિમોલિશન કરવા માટે પહોંચ્યું કે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જો કે વિજિલન્સ શાખાના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર ડિમોલિશન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.