22 નાયબ મામલતદારોની બદલી કરતા કલેકટર
લાંબા સમય બાદ મહત્વપૂર્ણ જગ્યાઓ ઉપર યોગ્ય કર્મચારીની નિમણુંક
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લાંબા સમય બાદ 22 નાયબ મામલતદારોની બદલી કરવા આદેશ કરી મહત્વપૂર્ણ જગ્યાઓ ઉપર ફેરફારો કરી યોગ્ય કર્મચારીઓને યોગ્ય સ્થાને મુકવાની સાથે કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક જ સ્થળે બેઠા હોય હેડ ક્વાટર્સથી દૂર બદલી કરવા હુકમ કર્યો હતો.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ બુધવારે સાંજે વહીવટી સરળતા ખાતર 22 નાયબ મામલતદારોની બદલી કરવા આદેશ કર્યો છે આ બદલી હુકમ અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીથી લઈ પ્રાંત કચેરી અને જુદી -જુદી મામલતદાર કચેરીમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવી રહેલા કર્મચારીઓને હેડ ક્વાટર્સમાં જ રહેવાની આદતને બદલવા રાજકોટથી દૂરના તાલુકા મથકોએ નિમણુંક આપવામાં આવી છે. બદલી કરવામાં આવેલ કર્મચારીઓની યાદી આ મુજબ છે.