સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષ કેદની સજા
મેટોડામાં વર્ષ 2021માં પડોસી નરાધમે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતાં નોંધાયો તો ગુનો
મેટોડામાં રહેતી 14 વર્ષની સગીરાને પડોસી શખ્સે અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ આચરતાં ગુનો નોંધાયો હતો. જે કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની હકીકત મુજબ, મેટોડા જી.આઈ.ડીસીમાં રહેતા ભોગબનનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અંબીકાકુમાર રાજકુમાર પાસવાન તેઓની 14 વર્ષની પુત્રીને ભગાડી ગયો છે. જે આધારે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી. દરમીયાન સગીરાએ જણાવેલ કે આરોપીએ તેને અમદાવાદ ,દિલ્હી, નોઈડા સહિતના શહેરોમાં 20 દિવસ સુધી રાખી તેના પર દુષ્કર્મ ગુજારેલા હતું.પોલીસે આરોપી વિરૂદ્ધ પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા કોર્ટના રેકર્ડ પર આવેલી ભોગ બનનાર તેમજ ફરિયાદીની જુબાની અને રજૂ કરેલા દસ્તાવેજી પુરવાને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી અંબીકાકુમાર પાસવાનને 20 ની કેદની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ.કે. ડોબરીયા રોકાયેલા હતા.