૧૫૦ ફૂટ રિંગરોડ અને ફૂટપાથ પર ખડકાઈ ગયેલા દબાણો સાફ
વોઈસ ઓફ ડે'ની ઝુંબેશ રંગ લાવી: DMC, DCP, ACP સહિતનો કાફલો રસ્તા પર ઉતર્યો
પટેલ ક્નયા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાં ફૂટપાથ-રસ્તા પર ખડકાયેલી રેંકડી-કેબિન, બોર્ડ-બેનરો દૂર પેટા: દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં ચાલશે
ક્લિન ફૂટપાથ’ ઓપરેશન
શહેરના અલગ-અલગ રાજમાર્ગો તેમજ જ્યાંથી લોકોની મહત્તમ અવર-જવર રહે છે તેવા વિસ્તારોની ફૂટપાથો તેમજ રસ્તાઓ ઉપર આડેધડ દબાણો ખડકાઈ ગયા હોવાથી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવાથી વોઈસ ઓફ ડે'એ પ્રજાનો અવાજ બનીને તંત્રનો કાન આમળતાં જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
એકંદરે આ ઝુંબેશ રંગ લાવી હોય તેવી રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડીસીપી ટ્રાફિક, એસીપી ટ્રાફિક સહિતના કાફલાએ રસ્તા પર ઉતરીને દબાણો દૂર કરાવ્યા હતા. ઝુંબેશના પ્રથમ દિવસે ૧૫૦ ફૂટ રિંગરોડ અને ફૂટપાથ પર ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ, એસીપી (ટ્રાફિક) જે.બી.ગઢવી સહિતના અધિકારીઓ તેમજ પોલીસ-મનપાના કાફલાએ એક સાથે ત્રાટકીને ૧૫૦ ફૂટ રિંગરોડ પર પટેલ ક્નયા છાત્રશલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિન્દ ગોલા પાસે, ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાંથી ચાર રેંકડી-કેબિન, ૪૫ બોર્ડ-બેનર ઉપરાંત ૧૬૭ પ્રકારના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત ફૂટપાથ પર મજબૂતાઈથી ખડકાઈ ગયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી લોકોને ચાલવા માટે મોકળી જગ્યા કરી દેવામાં આવી હતી. આ ઝુંબેશ શરૂ થયા બાદ હવે દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં
ક્લિન ફૂટપાથ’ ઓપરેશન ચાલનાર હોવાનું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.