સમાજને નવો રાહ ચીંધવા અને ગેરસમજ દૂર કરવા જીવંતિકા આદ્ય સ્થાનના આચાર્ય ઐમપ્રસાદ દવે દ્વારા 125 વિધવા બહેનોને ભોજન કરાવ્યું ….જુઓ
રાજકોટમાં જીવંતીકા આદ્ય સ્થાન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે 125 વિધવા બહેનોને ભોજન કરાવવામાં આવ્યું હતું. જ્યારે વિધવા બહેનોને ભોજન બાદ દક્ષિણા, સાડી અને ફ્રૂટ પણ આપવામાં આવ્યું હતું.
શહેરના રાજપુતપરા વિસ્તારમાં જીવંતીકા માતાજીનું 70 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મહિલાઓ દ્વારા પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે જીવંતીકા માતાજીની પૂજા અને વ્રત કરે છે. રાજકોટમાં જીવંતીકા આદ્ય સ્થાન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે 125 વિધવા માતાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. જીવંતીકા આદ્ય સ્થાનના આચાર્ય ઐમપ્રસાદ દવેએ જણાવ્યું હતુ કે, અમે દર વર્ષે વિધવા માતાઓને ભોજન કરાવીએ છીએ. સમાજમાં એવી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે કે, વિધવા બહેનો અપશુકન કહેવાય. પરંતુ એવું નથી. તેઓ પણ જગદંબાનુ સ્વરૂપ છે. માટે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે અમે ગુરુવારે શહેરના 3, રજપૂતપરામાં આવેલા જીવંતીકા આદ્ય સ્થાન ખાતે વિધવા બહેનોને ભોજન કરાવ્યું હતું અને બ્રહ્મ ભોજનની જેમ વિધવા બહેનોને દક્ષિણા ઉપરાંત સાડી અને ફ્રૂટ આપવામાં આવ્યું હતું.
રાજકોટમાં જીવંતીકા માતાજીનું મંદિર ખૂબ જાણીતું છે. આ મંદિરમાં મહિલાઓ પોતાના બાળકો માટે માનતા રાખે અને પ્રસાદ સ્વરૂપે અહી સેન્ડવીચ, પીઝ, પાણીપુરી, હોટડોગ, ચોકલેટ ધરાવવામાં આવે છે. ત્યારે જીવંતીકા આદ્ય સ્થાન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યુ હતું.
