સુરેન્દ્રનગર પાસેથી રૂ.1.27 કરોડના ચોરાઉ લોખંડ સાથે 12 શખ્સોની ધરપકડ
ચોરાઉ સળીયા ગુજરાતભરમાં વેચવાના રેકેટનો પર્દાફાશ: સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
સુરેન્દ્રનગર નજીક માલવણ ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી લોખંડના ચોરાઉ સળીયા ભરેલા બે ટ્રક સાથે 12 શખ્સોની ધરપકડ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ.1.27 કરોડના સળીયા સાહિત રૂ.2.65 કરોડનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં છ શખ્સોની ટોળકીની સંડોવણી ખૂલી છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર પાસે વિરમગામ હાઇવે ઉપર માલવણ ચોકડી પાસે સહયોગ હોટલ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે GJ-12- BW- 3882, GJ-12- AY- 1104, GJ-12- BZ- 0053, GJ-12- BX- 5262અને GJ-12- AW 0189 નંબરના ટ્રેલરને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ.1.27 કરોડની કિમતના 2 ટન 360 કિલો તેમજ 2.01 લાખ ટન 840 કિલો લોખંડના સળીયા મળી આવ્યા હતા.
એસએમસીની ટીમે મુખ્ય સૂત્રધારને ત્યાં નોકરી કરતાં ભક્તિસિંહ ખુમાનસિંહ ઝાલા,મહેન્દ્રસિંહ દિલાવસિંહ રાણા,ધ્રુવરાજસિંહ ભૂપતસિંહ ઝાલા ટ્રેલર ચાલક રાજસ્થાનના દેવેન્દ્રસિંહ બાબુસિંહ સિસોદીયા,સેસુસિંગ ખીમસિંગ,બગારામ ભીખારામ થોરી,અનવર લક્ષ્મણભાઈ કટક,પપુસિંગ લખુસિંગ સિંઘ,ભગવાનસિંગ હરીસીંગ રાજપૂત,ગેવરસિંગ હાલુસિંગ રાજપૂત,મંગારામ રાજુરામ જાટ અને
કિશોરસિંગ રઘુવીરસિંગ રાવતની ધરપકડ કરી હતી. આ તમામની પૂછપરછમાં વિરમગામના ઈકબાલ માંડલી, ઈમરાનઈકબાલ
લખતરના વણા ગામના હપલસિંહ રાણા,કાનો મારવાડી,શરીફભાઈલખતરના વણા ગામના દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણાના નામ ખૂલ્યા હતા જે તમામની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે. આ ટોળકી લોખંડના સળીયા ચોરી કરી તે ગુજરાતભરમાં વેચતા હતા આ રેકેટમાં અન્ય કોની કોની સંડોવણી છે ? તેની શોધખોળ શરૂ કરી છે.