12 ડિસેમ્બરથી વેરાવળ-સુરત વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન
રાજકોટથી અમદાવાદ,બરોડા અને સુરત જવા માટે મુસાફરો માટે ખાસ ટ્રેન દોડશે
વોઇસ ઓફ ડે રાજકોટ
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ વેરાવળ અને સુરત વચ્ચે સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી આ સ્પેશિયલ ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી વેરાવળથી દોડશે અને કુલ 16 ટ્રીપ હશે.
ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર મંગળવારે સવારે 11.05 કલાકે ઉપડશે, રાજકોટ બપોરે 02.50 કલાકે પહોંચશે અને તે જ દિવસે રાતે 11.45 કલાકે સુરત પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સુરતથી સાંજે 07.30 કલાકે ઉપડી રાજકોટ બીજા દિવસે સવારે 04.10 કલાકે અને વેરાવળ સવારે 08.05 કલાકે પહોંચશે. આ ટ્રેન આવતા અને જતા માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09018 અને 09017નું બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.