૧૧૮ પ્યાસીઓએ થર્ટી ફર્સ્ટ લોકઅપમા ઉજવી
રાજકોટ શહેર અને જિલ્લામા પોલીસનુ સઘન ચેકિગ: શહેરમાથી ૭૧ અને ગ્રામ્યમા ૪૩ પીધેલા પકડાયા
થર્ટી ફર્સ્ટની રાતે રાજકોટ શહેર અને જિલ્લા પોલીસે કોમ્બિગ અને ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમા રાજકોટ શહેર પોલીસે દારૂ પીધેલા ૭૧ અને જિલ્લા પોલીસે દારૂ પીધેલા ૪૩ ને ઝડપી લીધા હતા. થર્ટી ફર્સ્ટની રાતે શહેર અને જિલ્લાના કુલ ૧૧૮ સામે કાર્યવાહી કરી હતી.
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રૂરલ પોલીસના એસપી જયપાલસિહ રાઠોડે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. થર્ટી ફર્સ્ટની રાતે શહેર અને જિલ્લાના ૨૨૦૦ થી વધુ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓએ શહેર અને જિલ્લાના રસ્તાઓ ઉપર ઉતર્યા હતા અને ચેકિગ કર્યું હતુ.રાજકોટ શહેર અને જિલ્લામા આવેલ કાર્મ હાઉસ, હોટેલો, પાર્ટી પ્લોટમા થતી મહેફિલો પર પોલીસે ચાપતી નજર રાખી હતી. પોલીસ ચેકીંગ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ હેઠક ગુના નોંધ્યા હતા. અને નશો કરી વાહન ચલાવનાર તમામના વાહનો પણ કબજે કરાયા હતા.
જિલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લામા ૮ સ્થળે ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકિગ કર્યું હતુ. જિલ્લાના ગોંડલ, પડધરી, મેટોડા, લોધિકા, શાપર, જેતપુર, ધોરાજી જસદણ-વિછીયા સહિતના ગામો અને ત્યાથી પસાર થતા હાઇવે રોડ પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતુ.જેમા નશો કરેલા ૧૯ અને ડ્રિક એન્ડ ડ્રાઈવના ૨૪ મળી ૪૩ કેસ તેમજ બે વિદેશી દારૂના અને દેશી દરૂના ૧૪ કેસ કરી કુલ ૬૯ કેસ કર્યા હતા.
રાજકોટ શહેરમા સીપી રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓએ રાજકોટના કોટેચા ચોક,કે,કે.વી ચોક, ઇન્દિરા સર્કલ,આકાશવાણી ચોક,યાજ્ઞિક રોડ,યુનિવર્સિટી રોડ ત્રિકોણ બાગ સહિતના મુખ્ય માર્ગો અને સર્કલો પર ચેકિગ કરી ૭૧ શખ્સોને નશો કરેલી હાલતમા પકડી પડયા હતા.૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા નીકળેલા શહેર અને જિલ્લાના ૧૧૮ શખ્સોએ રાત લોકઅપમા વિતાવી પડી હતી.