આઇટી દરોડામાં 1000 કરોડની બેનામી એન્ટ્રીમળી: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવફંડ કનેક્શન
સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ: પાંચેક પ્રિમાઇસીસ પર સર્ચ પૂરું
લેપટોપ, કોમ્પ્યુટર મોબાઇલ હાર્ડડિસ્કમાં કોડવર્ડમાં થયેલી એન્ટ્રીનો ડિજિટલ ડેટા કબજે
ઈનકમ ટેક્સ વિભાગદ્વારા અમદાવાદ બિલ્ડર ગ્રુપ બાદ વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અંડવાદમાં 40 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાજેનું કનેક્શન વડોદરામાં ખૂલ્યા બાદ વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી છે. . અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રૂપ અવિરત, સેલડિયા અને શિપરમના ડિરેક્ટરોની ઓફિસ અને ઘર તથા જુદી જુદી સાઇટ મળી કુલ 40 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં અવિરત, શીપરમ, સેલડિયા બિલ્ડર, શરાફી પેઢીની 1000 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી છે.આ સાથે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર ઇડીના સકંજામાં છેત્યારે આ મામલે હવે આઇટી અને ઇડી મની લોન્ડરીંગ હેઠળ તપાસ કરશે.
આઇટીએ સતત ત્રીજા દિવસે દરોડાની કામગીરી યથાવતરાખી છે. અવિરત ગ્રૂપ, શિપરમ અને શેલડિયા ગ્રૂપપર ચાલી રહેલા દરોડામાં ૧૦૦૦ કરોડના ગોટાળાની વિગતો સામે આવી હતી. સતત ત્રીજા દિવસે પણ ઇનકમ ટેક્સના અધિકારીઓ હિસાબોમાં થયેલી ગોબાચારી શોધી હતી. ત્રણેય બિલ્ડરોના હજારો કરોડના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ત્રણે ગ્રૂપ સાથે સંકળાયેલા ગાંધીનગર-અમદાવાદના અન્ય બિલ્ડરોના બિનહિસાબીવ્યવહારોની વિગતો પણ મળી છે. બેનામી એન્ટ્રીઓ કોના નામની છે તેની તપાસ ચાલી રહી છે કેમકે કોડવર્ડમાં એન્ટ્રીઓ પાડેલી છે.ત્રણ બિલ્ડર ગ્રૂપ અવિરત ઇન્સ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ, શીપરમ સ્કાય ગ્રૂપ, સેડિયા ગ્રુપની સાથે બીકર રાજેશ દેસાઇ અને શરાફી પેઢી ચલાવતા રાજેન ઠક્કરના રહેઠાણ અને ઓફિસમાં 40 જેટલા સ્થળે ત્રીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. જે પ્રિમાઇસીસ પર દરોડા ચાલે છે તે પૈકી પાંચેક પ્રિમાઇસીસ પર સર્ચ પૂરું થતાં તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ડિપાર્ટમેન્ટને મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા, લેપટોપ, કોમ્પ્યુટર મોબાઇલ હાર્ડડિસ્ક મળી આવતાં તેના ડેટાની મીરર ઇમેજ લેવાની કામગીરી પણ ચાલી રહી છે. તપાસ દરમિયાન આર્થિક વ્યવહારોનીજે લિંક પણ ડિપાર્ટમેન્ટને મળી તેને પગલે આગામી દિવસોમાં તપાસનો રેલો અન્ય બિલ્ડર ગ્રૂપ સુધી જવાની સંભાવના નકારી શકાય નહીં. ઉપરાંત બેંક લોકર અને બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂકરવામાં આવી છે. તપાસ દરમિયાન એક ડઝન બ્રોકરોની વિગતો આઇટીના હાથમાં આવતાં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
અવિરત ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટની ઓફિસ અવિરત હાઉસ અનેગ્રૂપના બિલ્ડરો કનુભાઇ પટેલ, સંદિપ કનુભાઇ પટેલની ઓફિસ અને રહેઠાણે તપાસકરી હતી.અવિરત ગ્રુપના બિલ્ડર સંદિપ પટેલ ક્રેડાઇગાહેડ અમદાવાદના વાઇસપ્રેસિડેન્ટ છે. જ્યારે ઓગણજમાં મોટાપાયે સ્ક્રીમ બનાવનાર શીપર સ્કાયગ્રુપના બિલ્ડરો ત્રિકમભાઇ પટેલ, ધર્મેન્દ્ર પટેલ અને અનિલ પટેલને ત્યાંતપાસ કરી હતી. ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવા માટે 41 વીઘા જમીન આપી હતી.એટલુંજ નહીં આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો પાસેથી 5 હજાર ફ્લેટ હરિભક્તોને રહેવામાટે ભાડે લીધા હતા. આમ શતાબ્દી મહોત્સવ પાછળ ખર્ચ કરનાર તમામ સર્વિસપ્રોવાઇડર આઇટીની નજરમાં આવી ગયા છે. આ ઉપરાંત બિલ્ડર ત્રિકમભાઇ પટેલ સહિતહરિભક્તોને મળેલા વિદેશી ફંડની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. સૂત્રોએજણાવ્યું છે કે, સેવા કરવા હેતુથી ચેક અથવા રોકેડા ટ્રસ્ટને દાન કર્યા હશેતેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. આઇટી બાદ મની લોન્ડરીંગ હેઠળ પણ ઇડી દ્વારા તપાસ કરવામાં આવશે.
200 જેટલા હરિભક્તોપણ આઇટીના રડારમાં
મહત્ત્વનું છે કે, આ કરોડો રૂપિયાનાફંડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો તેનો ખુલાસો નિવેદન લેવામાં આવ્યા બાદસામે આવશે. હાલ તમામ બિલ્ડરોની ઓફિસમાં કામગીરી ચાલી રહી હોવાથી મંગળવારેનિવેદનો લેવામા આવે તેવી માહિતી જાણવા મળી છે. અંદાજે 200 જેટલા હરિભક્તોનેફંડ મળ્યું હોવાનો અંદાજ છે. રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા સેલડિયા ગ્રૂપનાબિલ્ડરની જજીસ બંગલો ચાર રસ્તા નજીક બોડકદેવ વિસ્તારમાં આવેલી ઓફિસ અનેગ્રૂપના બિલ્ડર અરવિદ સેલડિયા, આદિત્ય સેલડિયા,ચિરાગ અને વિપુલભાઇને ત્યાંતપાસ કરીને દસ્તાવેજો જપ્ત કરાયા હતા.આ સાથે સાથે ઓનમની વેચાણ કરાયેલાફ્લેટોની તપાસ ચાલી રહી છે. રોકડ રકમ લઇને ઓછી કિમંત આંકીને વેચાણ કરાયાહોવાના કેટલાત દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જેમાં ત્રણેય બિલ્ડરો સાથેસાઠગાંઠ ધરાવતા બ્રોકર રાજેશ દેસાઇની ભૂમિકા સક્રિય હોવાનું બહાર આવ્યુંછે.