ચીનના HMPV વાઇરસને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડ રિઝર્વ રખાયા
ગુજરાતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. અને આ બાળકને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે.પ્રથમ કેસ આવતાની સાથે જ ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. અને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે.ત્યારે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમએસએસવાય બિલ્ડીંગમાં 10 ઓક્ઝિજન અને વેનટીલેટર સાથે બેડ તૈયાર કરીને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.
જ્યારે આ મામલે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડૉ.મોનાલી માંકડિયાનાં જણાવ્યા મુજબ અત્યાર સુધી રાજકોટમાં HMPV વાઇરસનો કોઈ કેસ સામે આવ્યો નથી છતાં આ અંગે પીડિયાટ્રિક ડૉક્ટર્સ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સરકારની સૂચના બાદ પીએમએસએસવાય બિલ્ડીંગમાં એચ.ડી.યુ વિભાગ ખાતે 10 ઓક્ઝિજન અને વેનટીલેટર સાથે બેડ તૈયાર કરીને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.ઉપરાંત ધુ બેડ ની જરૂરિયાત ઊભી થાય તો તુરંત પહોચી વળવા માટે વધારાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.સાથે વાયરસનો ટેસ્ટ હોસ્પિટલમાં થઈ શકે તે માટે જરૂરી કીટની ખરીદી કરવામાં આવી છે.અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે આ વાઇરસથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને નાનાં બાળકોનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરી છે.