બિન ખેતીના પ્લોટની માલિકી નહી હોવા છતાં ખોટી રીતે ૧.૪૬ કરોડનું વળતર મેળવી લીધું
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત કુવાડવા સર્વેમાં જમીન સંપાદન વખતે
રાજકોટના આસમીઓનું ભોપાળું બહાર આવતા વળતરની રકમ પરત કરવા ડેપ્યુટી કલેકટરનો આદેશ
રાજકોટ અને અમદાવાદ વચ્ચે તૈયાર થઇ રહેલા સિક્સ લેન હાઈવે નું કામ શરુ થયું ત્યારે અનેક સર્વે નંબરની જમીન સંપાદન કરવાની થઇ હતી અને ઘણા હક્ક્દારોને વળતર ચૂકવીને સરકારે જમીન સંપાદન કરી હતી. કેટલાક લોકો એવા હતા કે જેઓએ ખોટી રીતે જમીનની માલિકી ગણાવી સરકારની આંખે પાટા બાંધીને વળતર મેળવી લીધું હતું. આવા જ એક કિસ્સામાં જમીન સંપાદન અધિકારી અને ડેપ્યુટી કલેકટરે રાજકોટના આસામીઓને ૧.૪૫ કરોડ જેટલું જંગી વળતર પરત કરવા આદેશ આપ્યો છે.
આ કેસ અંગેની બાબત એવી છે કે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે જાહેર હેતુ માટે કુવાડવા ગામનાં રેવન્યુ સર્વે નં.૫૪૫ પૈકી બિનખેતીનાં પ્લોટ નં.૧ ની ખુલ્લી જમીન એલ.એ.કયુ. કેસ નં.૬/૨૦૧૭ તથા ૪/૨૦૧૮ થી જમીન સંપાદિત કરવામાં આવેલ. આ સર્વે નં.૫૪૫ નાં પ્લોટ નં.૧ ૨જીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ નં.૨૩૧૪ થી તા.૩૦/૦૪/૨૦૦૪ થી કોન્ટીનેન્ટલ ટ્રાન્સપોર્ટ એજન્સીએ ખરીદ કરેલ અને ગામ નમુના નં. ૬ માં નોંધ નં.૩૪૯૯ તા.૦૧/૦૬/૨૦૦૪ થી પ્રમાણીત થયેલ છે. કોન્ટીનેન્ટલ ટ્રાન્સપોર્ટ એજન્સીનાં બે ભાગીદારો (૧) શ્રી સુરેન્દ્રકુમાર માણેકચંદ ભાદાણી તથા (૨) શ્રી પન્નાલાલ પીરચંદભાઈ કોચર ભાગીદારો હોય શ્રી પન્નાલાલ પી૨ચંદભાઈ કોચરની ત૨ફેણમાં શ્રી સુરેન્દ્રકુમાર માણેકચંદ ભાદાણીએ રજીસ્ટર્ડ રીલીઝડીડ ૨૦૧૧ માં કરી આપેલ તેની નોંધ નં.૫૧૧૬ થી તા.૧૪/૦૩/૨૦૧૧ નાં રોજ પડી ગયેલ .
આ વેચાણ દસ્તાવેજ અને ગામ નમુનો નંબર-૬ની નોંધો છુપાવી અને કૌમુદીનીબેન વસંતરાય હીન્ડોચા તથા જયોતીનભાઈ ઘનશ્યામભાઈ નથવાણી વિગેરેએ આ વેંચાણ દસ્તાવેજો અને નોંધો છુપાવી અને વર્તમાન માલિકની પીઠ પાછળ દગાફટકાથી ખોટી રજુઆતો અને ખોટા કાગળો ઉભા કરી અને સક્ષમ સતાધિકારી જમીન સંપાદન પાસેથી રૂા.૧,૪૬,૫૭૦૯૯|- પુરા વળતર ગેરકાયદેસર મેળવી લીધેલ અને તે અંગેની જાણ થતાં શ્રી પન્નાલાલ પીરચંદભાઈ કોચરએ તક આપવાનાં હેતુથી તેનાં વકીલશ્રી મારફત નોટીસ આપેલ, પરંતુ તે નોટીસનો અમલ ક૨વાને બદલે ખોટો જવાબ આપી અને ૧૯ વર્ષ પછી ખોટો દાવો દાખલ કરી વળતરની રકમ ઓળવી જવા માટે ખોટા ત્રાગા કરેલ જેથી શ્રી પન્નાલાલ પીરચંદભાઈ કોચરએ આ વળતરની રકમ ફોડથી મેળવેલ છે તે સંબંધે અ૨જી તથા તેનાં વકીલશ્રીની નોટીસ ઉ૫૨થી સક્ષમ અધિકારી નાયબ કલેકટર રાજકોટ-૨ એ કેસ રજીસ્ટરે લઈ રજુઆતની પુરતી તક આપવામાં આવી હતી.
આ પુરતી તક આપતા કૌમુદીનીબેન વસંતરાય હીન્ડોચા તથા જયોતીનભાઈ ઘનશ્યામભાઈ વિગેરેએ ૨જુ થયેલ રેકર્ડની વિગતે કૌમુદીનીબેન વસંતરાય હીન્ડોચા તથા જયોતીનભાઈ ઘનશ્યામભાઈનું હિત સમયેલ નહી હોવા છતાં તેમજ વળતરની રકમ મેળવવા હકકદાર નહીં હોવા છતાં સરકારશ્રીને છેતરીને બદઈરાદે વળતરની રકમ મેળવી લીધેલ છે. તેવું ઠરાવી રૂા.૧,૪૬,૫૭૦૯૯/- ૫૨૫ હુકમની તારીખથી દિવસ-૧૦ માં સક્ષમ સતાધિકારી પાસે જમા કરાવવા આદેશ આપેલ છે. જેથી ખોટું કરનાર વ્યકિતને મોટી લપડાક મળેલ છે.