રાજકોટમાં હાર્ટ એટેકનો કાળો કહેર : બે લોકોના હદય રોગના હુમલાથી મોત
રાજકોટમાં હાર્ટએટેકની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે ગઈકાલે વધુ ત્રણ લોકોના હદય ધબકારા ચૂકી જતા તેમના મોત નીપજ્યા છે. પ્રથમ બનાવમાં કેવડાવાડીમાં રહેતા યુવક જીમ કર્યા બાદ પોતાના ઘરે આવીને બેઠો ત્યારે તેને હાર્ટ અટેક આવતા તેનું મોત નિપજ્યું છે.જ્યારે બીજા બનવાના નવા થોરાળામાં રહેતા સફાઈ કામદાર પોતાના ઘરે વહેલી સવારે ઊઠીને બાથરૂમમાં ગયા ત્યારે તે અચાનક બેભાન થઈને ઢળી પડતાં તેમનું મોત નિપજ્યું હતુ.અને ત્રીજા બનવામાં બાબરીયા કોલોનીમાં રહેતા અને શ્વાસની બીમારીથી પીડાતા વૃદ્ધાને ઘરે હદય રોગનો હુમલો આવતા તેણીનું મોત નિપજ્યું છે.
પ્રથમ બનાવની માહિતી મુજબ કેવડા વાડીમાં આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને ગારમેન્ટ ની દુકાન ચલાવતા વિરલભાઈ જયેશભાઈ અઢિયા નામના ૨૫ વર્ષીય યુવક ગઈકાલે સવારે ઘર નજીક આવેલા જીમમાંથી ટ્રેનીંગ કરીને પોતાના ઘરે પરત આવ્યો હતો. ત્યારે તે ઘરમાં બેઠો હતો તે સમયે વિરલ અચાનક બેભાન થઈને ઢળી પડતા તેના પરિવારજનો દ્વારા 108 મારફત તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબ હોય તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. અને તેનું મોત હાર્ટ અટેકથી થયા હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું બનાવવામાં અમને પોલીસ સ્ટાફ હોસ્પિટલને દોડી આવ્યો હતો અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાને બે દિવસથી જ જીમ જવાનું શરૂ કર્યું હતું.હાલ આશાસ્પદ યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગળકાવ થયા છે.
બીજા બનાવની વિગતો મુજબ, નવા થોરાળા-6 માં રહેતાં મનીષભાઈ હીરાભાઈ નારોલા (ઉ.વ.35) આરએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ ગઇકાલે વહેલી સવારે નોકરી પર જવા માટે જાગીને બાથરૂમમાં ગયાં હતા. ત્યારે અચાનક જ તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતાં. પરિવારજનોએ તેમને બાથરૂમમાંથી બહાર કાઢી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,મૃતક ચાર ભાઈ-બહેનમાં નાના અને સંતાનમાં એક પુત્રી છે. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
ત્રીજા બનાવમાં બાબરીયા કોલોનીમાં રહેતાં રાનીદેવી શ્રીચંદ નાઈ (ઉ.વ.44) ગઈકાલે સવારે પોતાના ઘરે શ્ર્વાસ ચડ્યા બાદ બેભાન થઈ જતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને તેણીના પતિ મજૂરીકામ કરતા અને સંતાનમાં બે પુત્રી-એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.