સોની બજારમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ 11 વિરુદ્ધ ગુના દાખલ.
મકાન, દુકાન અને કારખાનાઓમાં પરપ્રાંતિયોને કામે રાખી પોલીસમાં જાણ ન કરનારા સામે કાર્યવાહી
રાજકોટ તા. પઃ મકાન, દુકાન અને કારખાનાઓમાં પરપ્રાંતિયોને કામે રાખી પોલીસમાં જાણ ન કરનારા સામે સતત બીજા દિવસેે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે સૂચના થી એ ડીવીઝન પોલીસ મથક હેઠળના સોની બજાર સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને મકાન ભાડે આપનારા મકાન માલીકો તેમજ દુકાનમાં પરપ્રાંતીયોને કામે રાખનારા વેપારીઓમાં પંકજભાઇ હસુભાઇ આડેસરા, વિક્રમદાસભાઇ તુલસીદાસભાઇ વૈષ્ણવ, ભરતભાઇ કિશોરભાઇ મોડેસરા, વિનેશભાઇ ચંદુભાઇ રાણપરા, વિરેનભાઇ હરીકૃષ્ણભાઇ નિર્મળ, ચેતનભાઇ વાલજીભાઇ બોદર, જીજ્ઞેશભાઇ અમૃતલાલભાઇ ચુડાસમા રવીભાઇ ગીરીશભાઇ પારેખ, નાસીરૂદીન દાઉદ રહેમાનભાઇ મોલા, ગણેશચંદ્રભાઇ અમરકાંતભાઇ કોલે અને તપસ દુલાલચંદ્રભાઇ બાગને પકડી લઇ પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગ અંતર્ગત ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.