શાપર-વેરાવળમાં પેકેજિંગ માટેની નકલી બાલ્ટી બનાનવાનું કૌભાંડ
હૈદરાબાદની કંપનીને મળેલી ફરિયાદને આધારે દિલ્હીથી આવેલી ટીમના દરોડા
શાપર-વેરાવળમાં આવેલી નીવે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ ફેક્ટરીમાં હૈદરાબાદની મોલ્ડટ્રેક ફેક્ટરીના સામાનની અને પેટન્ટની કોપી કરવાના ગુન્હામાં કંપનીના લીગલ એડવાઝરની ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. તેલ સહિતની ખાદ્ય સામગ્રીના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બાલ્ટી જેનો કૉપીરાઇટ હૈદરાબાદની કંપની પાસે હોય તેના જેવુ નકલી પ્રોડકસન શાપર-વેરાવળમાં થતું હતું.
મોલ્ડટેક પેકેજિંગના લીગલ એડવાઈઝર દિલ્હીના એડવોકેટ નમ્રતા જૈન, તેમજ વિજય સોની દ્વારા ડુપ્લિકેટ બકેટ બનાવતી શાપર-વેરવળની નીવે કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.હૈદરાબાદ કંપનીને મળેલી ફરિયાદ બાદ મોલ્ડટેક પેકેજીંગની કંપની રજિસ્ટર્ડ પેટન્ટનો ભંગ કરીને આ ડોલ બજારમાં વેચવામાં આવી રહી હોય મોલ્ડટેક કંપનીએ પેકેજિંગે દિલ્હી કોમર્શિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે દરોડા પડ્યા હતા જેમાં આ ફેક્ટરીમાંથી નકલી બાલ્ટી અને તેના મશીન સહિતનો મુદ્દમાલ સીલ કરવામાં આવ્યો હતો. તેમજ અનેક પુરાવાઓ કબ્જે કર્યા છે. જેમાં મોલ્ડટ્રેકનું પેકેજીંગ થતું હોય તેવા પુરાવાનો પણ સમાવેશ થાય છે.