વન પ્લસ મોબાઇલ કંપનીના સેલ્સ મેનેજર વેપારીને માર્યું રૂ.8.20 લાખનું બુચ
મોબાઈલની દુકાન ધરાવતા વેપારીએ કંપનીના સેલ્સ મેનેજરને 26 મોબાઈલ ખરીદવા પૈસા આપતા હજમ કરી ગયો : માલવિયા પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટમાં સરદારનગર મેઇન રોડ પૂનમ સોસાયટીમાં પટેલ બોડીંગની બાજુમા પટેલ મોબાઈલ નામની દુકાન ધરાવતા વેપારીએ વન પ્લસ મોબાઇલ કંપનીના સેલ્સ મેનેજરને 26 મોબાઈલ ખરીદવા રૂ.10.20 લાખ આપ્યા હતા.અને ઘણા સમય બાદ પણ મેનેજરે મોબાઈલ ન આપતા વેપારીએ પૈસા પરત માંગયા હતા.ત્યારે કંપનીના સેલ્સ મેનેજરે બે લાખ રૂપિયા આપ્યા બાદ રૂ.8.20 લાખનું બુચ મારી દેતા માલવિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ રાજકોટમાં ન્યુ માયાણીનગર અલ્કા સોસાયટી શેરી નંબર.૩/૬ કોર્નરમાં રહેતા અને સરદારનગર મેઇન રોડ પૂનમ સોસાયટીમાં પટેલ બોડીંગની બાજુમા પટેલ મોબાઈલ નામની દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ ખીમજીભાઈ પડસુંબલીયા(ઉ.વ. ૪૩)એ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં અભીનવ રાજુભાઇ હુંબલ (રહે. રેલનગર દ્વારિકા વિલેજ સી વીંગ બ્લોક નંબર-૭૦૩,સાધુવાસવાણી કુંજ રોડ)નું નામ આપતા જણાવ્યું હતું કે,પોતે પૂજારા મોબાઈલના વન પ્લસ મોબાઈલના સ્ટોરમાંથી મોબાઈલની ખરીદી કરે છે.જેમાં આરોપી મેનેજર તરીકે નોકરી કરે છે.આજથી નવ માસ પૂર્વે વન પ્લસનો નવો ફોન લોન્ચ થતાં વેપારીએ તે 26 નવા મોબાઈલ ફોનના આરોપીએનબીઇ ઓર્ડર આપ્યા હતા.અને તેની સામે રૂ.10.20 લાખ અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવી આપ્યા હતા.બાદમાં લાંબા સમય સુધી ફોનની ડિલેવરી આરોપી અભીનવે કરી ન આપતા વેપારીએ પૈસા પરત માંગયા હતા.અને જેથી અભીનવે 2 લાખ રૂપિયા પરત આપ્યા હતા.અને બાકીના રૂ.8.20 લાખ પરત ન આપી છેતરપિંડી કરતાં માલવિયા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.
