રૂખડીયાપરાનો રિક્ષાચાલક 3,382 ગ્રામ ગાંજા સાથે પકડાયો
એમપીથી ત્રણ વર્ષથી છુટક ગાંજો લાવી રાજકોટમાં વેંચતો હોવાનું ખૂલ્યું
વોઇસ ઓફ ડે રાજકોટ
રૂખડીયાપરા મફતીયાપરામાં પૂનમ પ્રોવિઝન સ્ટોર સામે રહેતાં રિક્ષાચાલક ઇસ્માઇલ આમદભાઇ શેખને રૂા. ૩૩,૮૨૦ના ૩ કિલો ૩૮૨ ગ્રામ ગાંજા સાથે એસોજીએ ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રિક્ષા હંકારતો આ શખ્સ છેલ્લા ત્રણેક માસથી ગાંજો વેંચવાના રવાડે ચડી ગયો છે અને મધ્યપ્રદેશથી છુટક છુટક લાવીને વેંચાણ કરે છે. આ વખતે તે બસ મારફત એમપીથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હતું.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રૂખડીયાપરામાં રહેતો ઇસ્માઇલ ગાંજો લાવ્યો છે. આ માહિતી પરથી દરોડો પાડી તેને સકંજામાં લેતાં રૂા. ૩૩૮૨૦નો ગાંજો મળતાં એનડીપીએસ એક્ટ હેઠળ પ્ર.નગરમાં ગુનો દાખલ કરાવાયો હતો. ઇસ્માઇલ પાસેથી ગાંજો અને બે મોબાઇલ ફોન મળી રૂા. ૪૩૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આગળની તપાસ માટે પ્ર.નગર પોલીસ રિમાન્ડની તજવીજ કરશે.એસઓજીના પીઆઇ જે. ડી. ઝાલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.