રાજકોટ સહિત રાજ્યભરમાં ઝવેરીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ
રાજકોટના સોની વેપારીએ પાંચ સાગરીતો સાથે મળી અનેક હલકી ગુણવતા વાળું સોનું વહેચી શીશામાં ઉતાર્યા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ સહિત ગુજરાતના અનેક ઝવેરીઓને સસ્તામાં સોનું વેચવાના બહાને હલકી ગુણવતાનું સોનું આપી છેતરપિંડી કરતી ટોળકીના રાજકોટના સોની વેપારી અને તેના ત્રણ સાગરીત સહિત ૬ સભ્યોને સુરત પોલીસે પકડી લીધા છે. આ ટોળકી પાસેથી રૂ. ૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કરી તપાસ કરતાં રાજકોટ સહિતના ૯ ગુનાના ભેદ ઉકેળયા છે.
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમીના આધારે રાજકોટના નકળંગ ચોકમાં રહેતા ઉત્પલ સંન્યાસી બહેરા સાથે જામનગર રોડ,ભોમેશ્વરના સાધના એપાર્ટમેન્ટમાં રહેતા લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગનસીંગ ચોકસી, રાજકોટના સોની વેપારી વિશાલ કિશોર થડેશ્વર,રાજકોટ ગાંધીનગર શેરી, ગાંધીગ્રામમાં રહેતા કૃણાલ જયેશ દેવહિતકા સાથે મૂળ ગીર સોમનાથના હાલ સુરતના કામરેજના ક્રિષ્ના રેસીડન્સીમાં રહેતા લાલજી બચુભાઈ જાલોધરા,મુંબઈના કાંદીવલ્લી-વેસ્ટમાં રહેતા વિજય જયંતિલાલ રાઠોડની ધરપકડ કરી હતી. ટોળકી પાસેથી સોનાની ચેઈન, ગીની વિગેરે મળી કુલ રૂ. ૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
રાજકોટમાં સોની કામ કરતા ઉત્પલ બહેરા સોનાના ઓછા પ્રમાણ એટલે કે ૫ થી ૭ કેરેટ અને અન્ય ઘાત મિશ્રીત ૯૧૬ ના હોલમાર્ક વાળી ચેઈન સહિતના દાગીના બનાવતો હતો.આ દાગીના ઉત્પલ પાસેથી સસ્તામાં કૃણાલ દેવહિતકા ખરીદતો હતો અને તે દાગીના લોકેન્દ્ર, લાલજી, વિજય અને વિશાલને આપતો હતો. આ ચારેય જણા રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરત સહિત રાજયના અલગ-અલગ શહેર- જિલ્લાના જવેલર્સમાં જઈ સોનાની નવી ચેઈન ખરીદતા હતા અને તેના બદલામાં હલકી ગુણવતા વાળી હૉલ માર્ક વાળી ૫ થી ૭ કેરેટ સોનાની અન્ય ઘાત મિશ્રીત ચેઇન આપી ઠગાઈ કરતા હતા. આ રીતે ખરીદેલી ચેઇન ચારેય જણા પરત કૃણાલને આપતા હતા અને કુણાલ તેના બદલામાં તેઓને પૈસા આપતો હતો અને સોનાની ચેઇન ઉત્પલને આપી ઓછા કેરેટ વાળા દાગીના બનાવડાવતો હતો. અલગ-અલગ જવેલર્સ શોપમાં જઈ સોનાના દાગીના ખરીદી તેના તેના બદલામાં સોનાના ઓછા પ્રમાણ એટલે કે ૫ થી ૭ કેરેટ સોનુ અને અન્ય ધાતુ મિશ્રીત ૯૧૬ ના માકા વાળા દાગીના પધરાવી છેતરપિંડી કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ રાજકોનો કૃણાલ દેવહિતકા છે.
તે છેલ્લા ૬ મહિનાથી આ રીતે ટોળકી છેતરપિંડી કરતી હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. કૃણાલ જવેલર્સ શોપમાંથી જેટલા તોલાના દાગીના ખરીદયા હોય તે મુજબની ટકાવારી મુજબ લોકેન્દ્ર, લાલજી, વિજય અને વિશાલને પૈસા ચુકવતો હતો.જયારે છેતરપિંડીથી મેળવેલા દાગીના સોની કામ કરતા ઉત્પલને સોનાના પ્રમાણ મુજબ રૂપિયા ચુકવતો હતો.
રાજકોટ સહિત 9 જવેલર્સ સાથે છેતરપિંડીના ભેદ ખૂલ્યા
આ ટોળકીએ મોટા વરાછાના સુદામા ચોકના અર્થ પ્લાઝાના ધ કે. પ્રકાશ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં 4. ૯૯,૮૦૦ ની સોનાની ચેઈન ખરીદી તેના બદલામાં ૯૧૬ માકા વાળી માત્ર ૭.૨૧ ગ્રામ જેટલી સોનાની ગુણવત્તા વાળી કોપર ગુણવત્તા મિશ્રીત ઈન પધરાવનાર ટોળકીએ કતારગામના ભુવનેશ્વર જવેલર્સ, વલસાડના મણીરત, વિરચંદ્ર, જય અંબે જવેલર્સ, અમદાવાદના અલંકાર, અરવિંદા, એમ.કે. તુલસી,આભુષણ, કે.આર. સન્સ, રાજકોટના રચના, આદિત્ય, ગણેશ, વજુભાઇ, બાલાજી, શગુન, એમ.ડી. ભિંડી, પટેલ જવેલર્સ, જુનાગઠના કે.ડી. ભિંડી, અક્ષર જવેલર્સ, મોરબીના માણેક અને કિશન જવેલર્સ, જામનગરના કે.ડી અને બાલ મુકુંદ જવેલર્સ, ગોંડલના નક્ષત્ર અને ગિરીરાજ જવેલર્સ અને અમરેલીના નિલકંઠ અને બાલમુકુંદ જવેલર્સમાં છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે