દારૂને પણ ડિજિટલ લોક રાજકોટના બુટલેગરનો રૂ.42.77 લાખના દારૂ ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ
પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવી તરકીબ અજમવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ બુટલેગરોથી એક કદમ આગળ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કન્ટેનરમાં ડિજિટલ લોક સાથે કોઈ કીમતી ચીજ વસ્તુની સપ્લાય કરવાની હોય તે રીતે પોલીસને ઉલ્લુ બનાવવા પંજાબ થી વાયા રાજસ્થાનથી રાજકોટ લવાતો 42.77 લાખના દારૂનો જથ્થો મોકલ્યો હતો જેને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઝડપી લઈ રાજસ્થાની શખ્સની ધરપકડ કરી રૂ.રૂ.67.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના એડીશનલ ડીજી નીરજા ગોટરુ,એસપી નિર્લિપ્ત રાય,ડીવાયએસપી કે.ટી.કામરિયાની ટીમે બુટલેગરની આ ડિઝિટિલ દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદી બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઇવે પરથી એનએલ 01 એન ૨૫૨૯ નંબરના કન્ટેનરમાં ડિઝિટિલ લોક લગાવી રાજકોટની બિલ-ટી સાથે ૧૩૧૦૮ બોટલ દારૂના જથ્થા સાથે ચાલક રાજસ્થાનના હરજી રામ નાંગારામ જાટની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો પંજાબથી ભરાયો હતો.જે પછી ટ્રક રાજસ્થાન લવાયો હતો.જ્યાંથી ચાલક બદલાયો હતો.જેને રાજકોટ પહોંચાડવાનો હતો.રૂ.25 લાખનો ટ્રક સહિત રૂ. ૬૭. ૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગની ટીમે દારૂ સપ્લાય કરનાર અને દારૂ મંગાવનાર બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.
છેલ્લા બે માસમાં રાજકોટમાં સતત ચોથી વખત દારૂની રેલમછેલ અટકાવતું smc
ગુજરાતમાં દારૂ સપ્લાય કરતાં બુટલેગરો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ સતત ધોંસ બોલવી રહ્યું છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડી રહી છે. રાજકોટમાં છેલ્લા બે માસમાં દારૂની રેલમછેલ બોલાવવા માટે બુલેગરોએ પંજાબથી વાયા રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હોય જેને સેટેટ મોનીટરીંગ સેલે ઝડપી પડ્યો હતો.અગાઉ સાબરકાંઠા,અમદાવાદ હાઇવે અને લીમડી પાસે અને ગઇકાલે ચાંગોદાર પાસે દરોડો પાડી રાજકોટ આવતા દારૂના જથ્થાને એસએમસીએ ઝડપી લીધો હતો.