મોરબી રોડ ઉપર વાહન પાર્ક કરવા બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ
કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર અને ઇમિટેશનના વેપારીએ સામે સામે ફરિયાદ નોંધાવી
મોરબી રોડ જકાત નાકાપાસે ઉત્સવ સોસાયટીમાં દુકાન પાસે બાઇકને હટાવી ફોરવ્હીલ પાર્ક કરવા બાબત કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર અને માથાકૂટ થતાં બાદ બન્ને વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ થઇ છે.
સેટેલાઇટ ચોક પાસે કેશવ ફલેટ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ર૦રમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતાં વિશાલ ભરતભાઇ જોષી (ઉ.વ.ર૯) ક્રિયાકાંડનું કામ કરે છે,પોતાના ઘરે શ્રાધ્ધમાં ભેળવવાનું પિતૃકાર્ય હતું. જેથી પોતાના ઘરેમહેમાન આવ્યા હોય, પોતાની ફોરવ્હીલ શેરીમાં બહાર શીવશકિત પ્રોવિઝન સ્ટોરની સામે પાર્ક કરી હતી. વિશાલ ગાડીમાં રાખેલ સામાન લેવા જતા ઇમીટેશનની દુકાન ધરાવતા મનોજભાઇ જેરામભાઇ ભરડવાએ આવીને પોતાની ગાડી ત્યાંથી લઇ લેવા જણાવ્યુ હતુ. જેથી વિશાલે ઘરે પ્રસંગે હોઇ જેથી આજનો દિવસ કાર રાખવા દેવા વિંનતી કરી હતી. છતાં મનોજે તારા બાપની જગ્યા નથી તેમ કહી માથાકૂટ કરી હતી ત્યારે માતા ગીતાબેન અને ભાઇ ચીરાગ ત્યાં આવ્યો હતો ત્યારે મનોજઅને તેના પુત્ર ખુશાલે પિતા જેરામે ત્રણેય ઉપર હુમલો કર્યો હતો.
સામા પક્ષે ઇમીટેશનનું કામ કરતાં મનોજ જેરામભાઇ ભરડવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે પોતાની દુકાન સામે પોતાના બે મોટર સાયકલ પાર્ક કર્યા હતા. તેવિશાલ જોષી ત્યાં આવીને બે મોટર સાયકલ લઇને બીજી શેરીમાં દૂર પાર્ક કરીને તેની ગાડી પાર્ક કરી દીધી હતી. જેથીતેને ના પડતાં ઝગડો કરી મારામારી કરી હતી.
