મોટાભાઈએ પ્રેમલગ્ન કરતાં નાનાભાઇનું અપહરણ
યુવતીના ભાઈ અને તેનો મિત્ર પોલીસ સકંજામાં
વોઇસ ઓફ ડે રાજકોટ
પાડોશમાં રહેતી યુવતી સાથે બે દિવસ પૂર્વે પ્રેમ લગ્ન કરી લેતા યુવાનના નાના ભાઈનું યુવતીના ભાઈ અને તેના મિત્રએ અપહરણ કરી બહેનને મૂકે જવા ધમકી આપી બેફામ માર મારી મુક્ત કરતાં આ મામલે યુવાને પોલીસને જાણ કરતાં ગુનો નોંધી બંનેને સકંજા લીધા છે.
મોચી બજાર તિલક પ્લોટ-૨માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં નિકેત જગદીશભાઇ પરમાર 26 વર્ષીયને નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે હર્ષ ઉર્ફ ડોલર ભરતભાઇ વાઘેલા અને અબ્બાસ હુશેનભાઇ તાયાણી સામે ગુનો નોંધી બન્નેને સકંજામાં લીધા હતા. નિકેત જગદીશભાઇ પરમારના મોટા ભાઇ કલ્પેશે પડોશમાં રહેતી ધર્મિષ્ઠા વાઘેલા સાથે પ્રેમસંબંધ હોઇ બંનેના પરિવારજનોને જાણ હતી જેથી ધર્મિષ્ઠાના માતા-પિતાએ લગ્ન કરાવી દેશે તેવી વાત કરી હતી. પણ હવે લગ્ન કરાવતાં ન હોઇ કલ્પેશે શુક્રવારે ધર્મિષ્ઠા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતાં. જેની જાણ ફોનથી નાનાભાઈ નિકેતને કરી હતી. નિકેત પોતાનું બૂલેટ જીજે૦૩કેએન-૯૧૭૯ લઇને સાતેક વાગ્યે રામનાથપરા સ્મશાનમાં આવેલા મેલડી માતાજીના મંદિરે મિત્ર કાવ્ય પરમારને લઇને દર્શન કરવા ગયો ત્યારે ધર્મિષ્ઠાનો ભાઇ હર્ષ ઉર્ફ ડોલર ભરતભાઇ વાઘેલા અને તેનો મિત્ર અબ્બાસ તાયાણી ત્યાં આવ્યા હતા અને તારો ભાઇ મારી બહેનને ભગાડી ગયો છે, તે કયાં છે? તેમ પુછી મારમારી હર્ષ તથા અબ્બાસ એકસેસમાં અપહરણ કરી પહેલા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લઇ ગયા હતાં. મારકુટ કરી હતી. ત્યાંથી આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે ટ્રેનના પાટા નજીક લઇ ગયા હતાં અને ત્યાં શેરીમાં લઇ જઇ ફરીથી માર માર્યો અને મૂકી ભાગી ગયા હતા. આ બનાવ અંગે નિકેતની ફરિયાદને આધારે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લીધા છે.