બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવના આયોજનના વિવાદનો અંત
અંતે ચબૂતરા વાળી જૂની જગ્યાએ જ આયોજનની મંજૂરી
પોલીસ કમિશનર અને રાજકીય અગ્રણીઓ મધ્યસ્થી કરી
બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવને લઈને ચાલતા વિવાદનો અંતે અંત આવ્યો હતો. બાલાજી મંદિરમાં છેલ્લા 13 વર્ષથી યોજાતા ગણપતિ મહોત્સવના આયોજનમાં આ વર્ષે નવી જગ્યામાં એટલે સિટી ગેસ્ટ હાઉસ વાળા રોડ ઉપરથી બાલાજી મંદિરમાં પ્રવેશ થાય તે પટાંગણમાં મજૂરી અપાઈ હતી જ્યારે આયોજકો જૂની જગ્યામાં એટલે ભૂપેન્દ્ર રોડ ઉપરથી મંદિરમાં પ્રવેશ થાય તે ચબૂતરા પાસે આયોજન કરવા માંગતા હોય જેને લઈ વિવાદ ઊભો થયો હતો. અંતે પોલીસ કમિશનરે બાલાજી મંદિરના સ્વામી અને આયોજકો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા બાદ સુખદ સમાધાન થયું હતું અને જૂની ચબૂતરા વાળી જગ્યા પર છેલ્લા 13 વર્ષથી યોજાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ તેજ જગ્યાએ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. બાલાજી મંદિરના વિવેક સાગર સ્વામીએ આ અંગે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સમાધાન થયું છે. ગણપતિ મહોત્સવ જૂની ચબૂતરા વાળી તે જ જગ્યાએ યોજાશે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી-કપચી પાથરીને ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરાયો હતો. જે બાદ ગજાનંદ ધામ મંડળ અને સનાતનીઓ લાલઘુમ થઈ હયા હતા. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું હતું અને મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ.કૈલાએ આ વર્ષે નવી જગ્યા એટલે સિટી ગેસ્ટ હાઉસ વાળા રોડ ઉપરથી બાલાજી મંદિરમાં પ્રવેશ થાય તે પટાંગણમાં મંજૂરી આપી હતી જ્યારે ગજાનંદ ધામના આયોજકો ચબૂતરા વાળી જગ્યા એ આયોજન કરવા માંગતા હોય જેને લઈ મંદિરના સ્વામી અને ગજાનંદ ધામના આયોજકો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. નવી જગ્યાએ આયોજનની મંજૂરી મળ્યા બાદ આયોજકોએ જૂની જગ્યાએ સ્ટેજ તૈયાર કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને આ સ્ટેજ વિવેક સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હોવાનો આક્ષેપ પણ થયો હતો. ઉપરાંત વિવેક સાગર સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી. જેસીબીથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ સુધી પહોંચ્યો હતો અને શુક્રવારે પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ જાતે બાલાજી મંદિરે દોડી ગયા હતા તેમજ આ મામલે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,સાંસદ રામભાઈ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના અગ્રણીઓએ મધ્યસ્થી કરી સમાધાન કરાવતા અંતે જૂની ચબૂતરા વાળી જગ્યાએ જ હવે ગણેશ મહોત્સવની મંજૂરી મળતા વિવાદનો અંત આવ્યો છે.
બોક્ષ
નવી જગ્યાએ આયોજનમાં દર્શનાર્થીઓને મુશ્કેલી પડે તેમ હતી: કિરીટ પાંધી
રાજકોટમાં આવેલા કરણસિંહજી હાઈસ્કૂલના બાલાજી હનુમાનજી મંદિરમાં ગણેશ મહોત્સવના આયોજનમાં જગ્યાને લઈ વિવાદ ઊભો થયો હતો. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન ગજાનંદ ધામ મંડળના કિરીટ પાંધી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે નવી જગ્યામાં એટલે સિટી ગેસ્ટ હાઉસ વાળા રોડ ઉપરથી બાલાજી મંદિરમાં પ્રવેશ થાય તે પટાંગણમાં મજૂરી અપાઈ હતી તે જગ્યા ઉપર વાહનોના પાર્કિંગ તેમજ સહિતની બાબતોને કારણે દર્શનાર્થીનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ તે માટે જૂની જગ્યામાં જ આયોજન કરવા અમારી માંગ હતી તેમજ નવી જગ્યાએ આયોજનથી કરણસિંહના વિધાર્થીને પણ વિક્ષેપ પડી શકે તેમ હોય આ બાબતની રજૂઆત કરી હતી.