પ્લાયવૂડના બિઝનેશમાં સૌ પ્રથમ મહિલા કુંદનબેન કાકડિયાની “સંઘર્ષથી સફળતાની કહાની”
2500 રૂપિયામાં નોકરી કરનાર કુંદનબેન આજે પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીના માલિક બની લાખો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે
ગુજરાત ગૌરવ રત્ન અને નારીશકિત સહિત 43 એવોર્ડ મેળવ્યા
સમાજમાં એવી ઘણી સ્ત્રીઓ છે જેમણે પોતના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો હોય છે. સ્ત્રીઓને પોતાના માટે, પરિવાર માટે, બાળકો માટે, ન્યાય, શાંતિ, સમાનતા માટે હજી પણ પોતાના સંઘર્ષને ચાલુ રાખવાનું પ્રેરણાબળ પૂરી પાડે છે. સમાજમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા એક સ્ત્રીએ રોજ સંઘર્ષ કરવો પડે છે. સમાજમાં પરિવર્તન લાવવામાં સ્ત્રીના સંઘર્ષનો પણ ફાળો હોય છે. આવી વીરાંગનાઓ સમાજ સલામ કરે છે, રાજકોટની આવી એક મહિલા કે જેમણે સંઘર્ષ કરી રાજકોટ અને ગુજરાત નહિ પણ ભારતમાં નામના મેળવી કુંદનબેન કાકડીયા જે હાલની યુવાપેઢીની અવિરત પ્રેરણાસ્રોત છે, કુંદનબેને અસ્તિત્વની લડાઈ માં ઝાડુ પોતા પણ કર્યા અને આજે પોતેજ ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરી, આગવી ઓળખ ઊભી કરી છે. માત્ર પુરુષોનો સામ્રાજ્ય છે તેવા પ્લાયવૂડના બિઝનેશ ક્ષેત્ર માં ઝંપલાવી અને સફળતા મેળવી કુંદનબેન કાકડીયા એ પોતાની અસ્તિત્વની ઓળખ માટે નાનામાં નાનું કામ કરી આજે પોતાના બિઝનેસ હબ થકી અનેક યુવાનો માટે રાહ પર બન્યા છે.
હાલારના ગામડામાં ઉછરેલા કુંદનબેન કાકડિયાએ રાજકોટને કર્મભૂમિ બનાવી , જિંદગી હારેલા અને જરૂરિયાતમંદ યુવાનો અને યુવતીઓને પગભર બનાવી રહ્યા છે. જામનગર જિલ્લાનું છેલ્લું ગામ એવા ડાંગરવાડા ગામના પટેલ પરિવારના પુત્રી કુંદનબેને પાંચ ધોરણ સુધી ગામડામાં અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું અને પરિવારજનો અને ખાસ કરી માતા પિતાની પ્રેરણાથી તેઓ રાજકોટ અભ્યાસ માટે આવ્યા અને 14 વર્ષ રાજકોટ હોસ્ટેલમાં રહી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમના જીવનમાં આવેલી એક વ્યક્તિગત કોસોટીએ તેનું મનોબળ ભાંગી નાખ્યું. ચાર બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટા એવા કુંદનબેન પરિવાર પર બોજ બનવા ઈચ્છતા ન હતા. આથી તેમણે એક દાયકા પૂર્વે રાજકોટના મેટોડામાં આવેલી એક લેમિનેશન બનાવતી કંપનીમાં રૂ.2500 ના પગારમાં નાનકડી એવી નોકરી સ્વીકારીને પગભર બનવા પહેલું કદમ માંડ્યું હતું.
વોઇસ ઓફ ડે સાથે પોતાના સંઘર્ષની વાત કરતા કુંદનબેન કાકડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં મેં મેટોડામાં આવેલી લેમીનેટ્સની ફેકટરીમાં નોકરી દ્વારા મારી કારકિર્દીની શરૂઆત કરી એકાદ વર્ષ નોકરી કર્યા બાદ મને પોતાનો બિઝનેશ શરૂ કરવાનો વિચાર આવ્યો અને બસ આ જ લક્ષ્યાંક સાથે તેમને પોતાની ઝુંબેશ શરુ કરી જેમાં તેમના પિતા વેલજીભાઈ અને માતા પ્રભાબેન તેમજ બે ભાઈ ઓનો સપોર્ટ મળ્યો, પોતે પોતાની કરેલી કમાણી તેમજ પરિવારના સપોર્ટથી રાજકોટમાં પોતાની એક લેમીનેટ મટીરીરીયલની નાની એવી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી અને જેમાં એવા લોકોને નોકરીમાં રાખ્યા કે જેવી જિંદગી થી હારેલા છે અથવા તો ડગલે ને પગલે સંઘર્ષ કરી રહ્યા છે, સામાન્ય રીતે આ ક્ષેત્રમાં કોઈ મહિલાઓ જોડાતી નથી પરંતુ કુંદનબેને પોતાની હિંમતથી આ પડકાર ઝીલી પરિસ્થિતિ ને સ્વીકારી અને ધીમે ધીમે નાના એવા બિઝનેરાથી પોતે મોટી હરણફાળ ભરી અને આજે તેમની ઇન્ડસ્ટ્રીઝ એ રાજ્યભર એક આગવી ઓળખ ઉભી કરી છે. અનોખા વિચાર સાથે તેમણે પોતાની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રી ઊભી કરવાનું સપનુ સેવ્યું હતું. જેમાં તેઓને પરિવારજનો, સ્ટાફ, વેપારીઓ અને કસ્ટમરનો સારો એવો સપોર્ટ મળ્યો હતો. ભાડાની જગ્યા પર કામ શરૂ કર્યા બાદ તેઓની આ ક્ષેત્રમાં એટલી પ્રગતી થઈ કે તેઓને 1,2,3 દુકાન સહિત મોટુ ગોડાઉન પણ બનાવવું પડ્યું. આજે તેઓ એક પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીના માલિક બની ગયા છે. તેમણે 500 વારનો પ્લોટ ખરીદીને ત્યા બાંધકામ શરૂ કર્યું છે. પોતાની આ સફળતા અંગે કુંદનબેને જણાવ્યું હતું કે, બસ તમારે નીતિથી મન દઈને કામ કરવું અને તેમાં પોતાના 100 ટકા આપવા સફળતા સામે ચાલીને તમારી પાસે આવશે.આ બિઝનેસમાં સમગ્ર રાજ્યમાં એકમાત્ર આ મહિલા જોડાયા છે, જેની નોંધ લઈને તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ કુંદનબેનને આપવામાં આવ્યો હતો. તેમજ કુંદનબેનને નારીશક્તિ એવોર્ડ સહિત આજ સુધીમાં ૪૩ એવોર્ડ મળ્યા છે.
હવે નવી પેઢીને તૈયાર કરવાનો એક જ માત્ર લક્ષ્ય છે
કુંદનબેન કાકડીયાએ જણાવ્યું હતું કે,જ્યારે આપણે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે આપણે જ જાણીએ છીએ, પરંતુ જ્યારે સફળતા મળે છે ત્યારે લોકો કહે છે, નસીબ સારા છે એટલે સફળતા મળી છે. જોકે સફળતા મળ્યા બાદ સંઘર્ષ જેવુ કઈ લાગતું નથી પરતું સંઘર્ષનો આનંદ આવે છે,હવે આ બિઝનેશમાં કુંદનબેન પોતના ભાભી ક્રિષ્નાબેનને પણ સાથે લીધા છે,ઉપરાંત આવનારી નવી પેઢીને પણ પોતના બિઝનેશની સમજણ આપી નવી પેઢીને તૈયાર કરવાનો લક્ષ્ય છે. કુંદનબેને કહ્યું કે જે પણ બહેનો મારી પાસે આવે છે તેને હું તેના મુજબનું યોગ્ય કામ શોધી જ આપુ છું
