પોપટપરા પાસેથી સરા જાહેર દસ વર્ષની બાળકીનું અપહરણથાર કારમાં આવેલા ત્રણ શખ્સોની શોધખોળ
વોઇસ ઓફ ડે રાજકોટ
પોપટપરા પાસે રેફ્યુજી કોલોની નજીક વૃંદા જાદવભાઈ વારસિયા નામની 10 વર્ષની બાળકી તેની સહેલી સાથે સ્કૂલે જતી હતી ત્યારે થારમાં આવેલા ત્રણ શખ્સો બંને બાળકીનું કારમાં અપહરણ કરીને લઈ ગયા બાદ વૃંદાની સાથે રહેલી બાળકીને આગળ જતા રોડ ઉપર ઉતારી દીધી અને વૃંદાનું કારમાં અપહરણ કરીને ફરાર થઈ ગયા બાદ જેને કારમાંથી નીચે ઉતારી દેવાય તે બાળકી એ દેકારો કરતા સમગ્ર બનાવવાની જાણ થઈ અને બાળકીના પરિવારજનોને જાણ કરવામાં આવી અને અપહ્યત બાળકીના પરિવારે પોલીસને જાણ કરતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, એસોજી ,પ્રદ્યુમન નગર પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો અને અપહ્યત બાળકી ને છોડાવવા માટે સીસીટીવી ફૂટેજ ના આધારે થાર કારમાં આવેલા આ ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ કરી શહેરભરમાં નાકાબંધી કરી દીધી છે.