“તારું ફેસબૂક બંધ કરી દેજે નહિતર તને મારી નાખીશ” કહી શખ્સની સગીરાને ધમકી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથરી રહી હોય તેમ દિન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે. ત્યારે પ્ર. નગર પોલીસ સ્ટેશન વિસ્તરમાં રહેતી સગીરાને ઇન્સટાગ્રામ મારફત પરિચય પામેલા શખ્સે ‘ તારું ફેસબૂક બંધ કરી દેજે નહિતર તને મારી નાખીશ “ કહી સગીરાને આંખ પાસે મુક્કો મારી ઇજા પહોંચાડતા પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ રેલનગરમાં રહેતા હિનાબેન અજયભાઈ રામનાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટના લકીબનું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે,તેની ૧૭ વર્ષની પુત્રી સાથે લકીબ નામના શખ્સે ઇન્સટાગ્રામ મારફત પરિચય મેળવ્યો હતો. અને બાદ બંને ફોન મારફત એક બીજા સાથે વાતચીત કરતાં હતા. જેમાં ગઇકાલે તેમની પુત્રી લકીબને મળવા માટે ગઈ હતી. ત્યારે લકીબે ‘ તારું ફેસબૂક બંધ કરી દેજે નહિતર તને મારી નાખીશ “ તેમ કહી સગીરાને આંખ પાસે મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. જેથી આ મામલે પ્ર. નગર પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.