ડુંગળી-બટેકાના વેપારી સાથે 73 લાખની છેતરપિંડી કરનાર પકડાયો
ડુંગળી-બટેકાના ધંધામાં રોકાણ કરવાના બહાને 73 લાખની છેતરપીંડી કરવાના ગુનામાં પાંચ માસથી ફરાર રાજ રેસિડેન્સી, મોરબી રોડ ઉપર રહેતા વિપુલ જીવણ તોગડિયા નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબી રોડ પર જકાતનાકા પાસેથી દબોચી લીધો હતો. જુના માર્કેટયાર્ડમાં પૂજન એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં વિપુલ જીવણ તોગડીયા પાસેથી તેઓ ડુંગળી બટાકાની ખરીદી કરતાં જેથી તેઓ પરિચયમાં આવેલ હતાં. વેપારી અને તેના બહેન-બનેવી તેમજ અન્ય સગાસબંધીઓને પણ ડુંગળી બટેટાના ધંધામાં રૂપીયા રોકાણ બાબતે કહીં કુલ રૂ.83 લાખ વિપુલ જીવણ પટેલએ પડાવી લીધેલ હતાં અને બાદમાં રૂ.9.82 લાખ પરત કર્યા હતાં અને બીજા બાકી નીકળતાં રૂ.73.17 લાખ પરત ન આપી છેતરપીંડી કરી વિપુલ તોગડીયા ભાગી ગયો હતો.પાંચ માસથી ફરાર વિપુલ જીવણ તોગડીયાને ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી.જાડેજાની ટીમે ઝડપી લીધો હતો.