રેસકોર્સની સવાર એટલે ખાણીપીણીનો મેળો
સવાર સુધારતી' વાનગીઓનો રાજકોટમાં તૂટો નથી, ખાઈ-પીને થાકી જશો !!
ટમેટા-સરગવો-દૂધી-આમળા-મેથી-કારેલા-બીટનો સૂપ પીને રાજકોટ કરે છે ગુડ મોર્નિંગ’
રેસકોર્સ રિંગરોડ પર મોર્નિંગ વૉકમાં આવતાં ૫૦૦થી ૭૦૦ લોકો સૌથી પહેલાં કરંજનું દાંતણ પકડે છે’ને પછી સીધા લાઈવ' ફ્રુટ જ્યુસ, એક-એકથી ચડિયાતા સૂપ, કાવો-ઉકાળો-ઘૂટા ઉપર બોલાવે છે તે તડાપીટ
હાર્ટએટેકના કિસ્સા વધ્યા બાદ જંકફૂડની જગ્યાએ શરીરને
માફક’ આવે તેમજ આખો દિવસ તરોતાજા' રાખે તેવા સૂપ-જ્યૂસ પીવાનો, રિંગરોડ પર વહેલી સવારે પપૈયા સહિતના ફ્રૂટસ તેમજ લીલા નાળિયેર પીવાનો સિલસિલો વધ્યો

ચાઈનીઝ હોય કે પંજાબી હોય કે પછી બીજી કોઈ પણ વાનગી હોય તેને આરોગવા માટે રાજકોટીયન્સ હંમેશા ઘડિયાળનો કાંટે નહીં બલ્કે પેટ-મનની જરૂરિયાતને જ હંમેશા જુએ છે...! આ તો વાત થઈ લંચ-ડિનરની પરંતુ સવાર
સુધારવા’ની મતલબ કે હેલ્ધી સૂપ-જ્યુસ પીવાની આવે એટલે તેમાં પણ રાજકોટ પાછળ કેમ રહે ? વર્ષોથી લોકો રેસકોર્સ રિંગરોડ ઉપર મોર્નિંગ વોક માટે જાય છે અને ત્યાં પોતાના શરીરને ફિટ' રાખતી તરેહ-તરેહની કસરત કરે છે.
જેવી આ કસરત પૂર્ણ થાય એટલે વિવિધ પ્રકારના સૂપ-જ્યુસ તેમજ ફ્રૂટ ડિશ ખાઈને જ પોતાની
મોર્નિંગ’ને ગુડ' કરી દે છે !! એકંદરે રિંગરોડ પર મોર્નિંગ વોકર્સને કોઈ પ્રકારની ખોટ ન પડે તેટલી વાનગીઓનો ખજાનો મળી રહે છે. રિંગરોડ પર અત્યારે ટમેટા, સરગવો, દૂધી, આમળા, મેથી, કારેલા, બીટ, ફણગાવેલા કઠોળનો સૂપ એટલા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે કે તેને વેચનારા ધંધાર્થીને બીજું કશું કામ જ કરવું પડતું નથી !! એ વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે શાકભાજીના ગરમાગરમ-મસાલેદાર સૂપનું સેવન કર્યા બાદ શરીરમાં એક અલગ પ્રકારની જ ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે જે આખો દિવસ શરીરને ફિટ એન્ડ ફાઈન રાખે છે.
એક અંદાજ પ્રમાણે રેસકોર્સ રિંગરોડ ઉપર મોર્નિંગ વોક માટે દરરોજ ૫૦૦થી ૭૦૦ (કદાચ તેમાં વધારો પણ હોય શકે છે) લોકો નિયમિત આવે છે તેમાંથી મોટાભાગના લોકો સૌથી પહેલાં રિંગરોડ પર વિનામૂલ્યે ઉપલબ્ધ કરંજનું દાંતણ પકડે છે અને દાંતણ ચાવતાં ચાવતાં રિંગરોડનો રાઉન્ડ પૂર્ણ કરી લ્યે છે. આમ કરીને તેઓ પોતાનું વોક તો પૂરું કરી જ લ્યે છે સાથે સાથે હળવી કસરતો કરીને તેઓ સૌથી પહેલાં
લાઈવ’ મતલબ કે તાજેતાજા ફ્રૂટ જ્યુસ તેમજ એક-એકથી ચડિયાતા સૂપ, કાવો-ઉકાળા-ઘૂટા ઉપર તડાપીટ બોલાવી દે છે. હવે તો રિંગરોડ ઉપર મોટાભાગે ગ્રુપ્સ જ વોકિંગ કરવા નીકળતા હોવાથી રિંગરોડ પર દરેક ધંધાર્થી પાસે ટોળારૂપે લોકો સૂપ-જ્યુસનું સેવન કરતાં જોવા મળી રહ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર દેશમાં અત્યારે હાર્ટએટેકના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે નિષ્ણાત તબીબો દ્વારા હાર્ટને હેલ્ધી' રાખવા માટે વોકિંગની સાથે સાથે સૂપ-જ્યુસનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી હોય લોકો આ દિશામાં વળી રહ્યા છે. ખાસ વાત એ છે કે જંકફૂડની જગ્યાએ હવે લોકો શરીરને
માફક’ આવે તેવા પ્રવાહીનું સેવન કરીને આખો દિવસ હળવાફૂલ રહે છે. રિંગરોડ પર વહેલી સવારે પપૈયા સહિતના ફ્રૂટ્સ તેમજ લીલા નાળિયેરનું પાણી અને તેમાં પણ ખાસ કરીને આખું લીંબું નાખીને પીવાનો સિલસિલો પણ વધી ગયો છે.
ખાખરા સહિતના નાસ્તા માટે રિંગરોડ `ફેવરિટ’
રિંગરોડ ઉપર અત્યારે જ્યુસ-સૂપ જ નહીં બલ્કે ખાખરા સહિતનો હળવો નાસ્તો પણ સરળતાથી ઉપલબ્ધ હોય ઘણાખરા લોકો અહીં જ ખાખરા સહિતની જ્યાફત માણતાં જોવા મળી રહ્યા છે. એકંદરે ચાલવા માટે આવતા ગ્રુપ્સ રિંગરોડને નાસ્તા માટે ફેવરિટ ગણતો હોય સવારે ૬ વાગ્યાથી લઈ ૮:૩૦ વાગ્યા સુધીમાં પેકેટમોઢે ખાખરા ખવાઈ જતા હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.
અનેક ખાઉધરા' એવા પણ જેઓ સૂપ ગટગટાવ્યા બાદ ગાંઠિયા-જલેબી પણ તૂટી પડવાના શોખીન ! વળી, રિંગરોડ ઉપર મોર્નિંગ વોકમાં એવા
ખાઉધરા’ લોકો આવે છે જેઓ રિંગરોડના બે-ત્રણ રાઉન્ડ લગાવી પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ પછી સૌથી પહેલાં તેમની નજર સૂપ-જ્યુસ ઉપર પડે છે જે ગટગટાવ્યા બાદ તેમનો આગલો `ટાર્ગેટ’ ગાંઠિયા-જલેબીની દુકાન જ હોય છે !! ગરમાગરમ ગાંઠિયા-જલેબી બનતા જોઈ શોખીનો પોતાની તલબ રોકી શકતા નથી એટલા માટે ત્યાં પણ મોજની ગાંઠિયા-જલેબી ઝાપટી લ્યે છે.
હું છેલ્લા ૧૯ વર્ષથી લોકોને તાજેતાજો સૂપ-જ્યુસ પીવડાવું છું
રિંગરોડ ઉપર છેલ્લા ૧૯ વર્ષથી ઉભા રહેતા વસંતભાઈ ચુડાસમા `વોઈસ ઓફ ડે’ને જણાવે છે કે હું પહેલાં જામનગરમાં વહેલી સવારે લોકોને સૂપ-જ્યુસ વેચી રહ્યો હતો. આ પછી રાજકોટ આવ્યા બાદ મેં મારો વ્યવસાય યથાવત રાખ્યો અને તેના માટે રિંગરોડની પસંદગી કરી હતી. શરૂઆતમાં તો ૫૦થી ૬૦ લોકો જ સૂપ-જ્યુસનું સેવન કરતા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અત્યારે ૨૦૦ જેટલા લોકો નિયમીત સૂપ-જ્યુસ પી રહ્યા છે. અત્યારે રિંગરોડ ઉપર ૩૦થી વધારે વેપારી છે જેઓ આ રીતે સૂપ-જ્યુસનું વેચાણ કરી રહ્યા છે.