ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતાં યુવકે કાકાના ઘરમાં ચોરી કરી
કોલસા વાડી પાસે રૂ.93 હજારના સોનાના ચેનની ચોરીનો ભેદ ઉકેલાયો:ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીને અંજામ આપનાર 20 વર્ષીય ભત્રીજાને પકડ્યો
ઓનલાઇન જુગારનું દૂષણ દિવસે ને દિવસે ફેલાતું જઇ રહ્યું છે. ઓનલાઇન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતાં કોઇ રસ્તો ન મળતાં ન ભરવાના પગલાં ભારે છે.ત્યારે રાજકોટમાં ઓનલાઈન જુગારમાં પૈસા હારી દેણું થતાં 20 વર્ષીય યુવકે તેના કાકાના ઘરે જ રૂ.93 હજારના ચેનની ચોરી કરી હતી. અને આ મામલે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી હતી.
વિગત મુજબ રાજકોટમાં કોલસાવાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ડોડીયાના ઘરે કોઈ તસ્કર 93 હજારનો ચેન ચોરી જતાં તેમના દ્વારા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને ટીમને બાતમી મળતા ચોરીને અંજામ આપનાર આધેડના ભત્રીજા અંશ આનંદભાઈ ડોડીયા (ઉ. વ.20)ની ધરપકડ કરી હતી.અને તેની પાસેથી સોનાનો ચેન અને રોકડ મળી કુલ રૂ.96 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.જ્યારે ચોરી કરવાનું કારણ પોલીસે પૂછતાં તેને જણાવ્યું હતુ કે,પોતે ઓનલાઈન જુગારમાં પૈસા હારી ગયો હતો.અને ફોન હપ્તેથી લીધો હતો.તેના હપ્તા પણ ચડી ગયા હતા.જેથી દેણું થતાં પોતે કાકા ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે,અંશ ડોડીયા પર પોકસો એક્ટ હેઠળ અગાઉ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.જેમાં તે જેલમાં સજા ભોગવીને બહાર આવ્યો હતો.
