આ શું થઈ રહ્યું છે? જામનગર રોડ પર 13 વર્ષીય સગીરાનો આપઘાત
સોખડા ગામે 17 વર્ષનો તરુણે ખડમાં નાખવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત
રાજકોટમાં સગીરોના આત્મહત્યાના વધતાં બનાવો વચ્ચે રવિવારે વધુ એક આત્મહત્યાનો બનાવ નોંધાયો છે. ઘંટેશ્વર પાર્ક સામે 25 વારિયા ક્વાટરમાં 13 વર્ષની તરૂણી ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બીજા એક બનાવમાં સોખડા ગમે રહેતા 17 વર્ષના સગીરનું ઝેરી દવા પી જતાં મોત થયાનું પોલીસમાં જાહેર થયું છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સગીરોના આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે જે વાલીઓ માટે ચિંતાનો વિષે બન્યો છે. નાની ઉંમરના બાળકો પણ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લેતા હોય શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં શહેરના ઘંટેશ્વર પાર્કની સામે 25 વરિયા ક્વાટરમાં રહેતી રિધ્ધિ ઉપેન્દ્ર ચૌહાણ (ઉ. વ.13)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ રાજકોટમાં એક 13 વર્ષના તરુણે પણ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેવાનો બનાવ નોંધાયો હતો.
બીજા બનાવમાં સોખડા ગમે રહેતા પિયુષ ભાવેશભાઈ જોગયાણી (ઉ. વ.17)નામના સગીરે પોતાના ઘરે કોઈ કારણોસર તા.27/6/2023ના રોજ ખડમાં નાખવાની ઝેરી દવા પી જતાં ઝેરી અસર થવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારું થઈ જતાં રજા આપવામાં આવી હતી. બાદમાં ફરી તા.11/7ના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન તા.27/8ના રોજ મૃત્યુ થયાનું ફરજ પરના તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
