અમદાવાદના ટ્રાવેલ્સ સંચાલકની કાર બારોબાર વેચી નાખનાર પકડાયો
અમદાવાદના વાસણામાં રહેતાંઅને શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ પોપ્યુલર સેન્ટરમાં ઉમંગ ટ્રાવેલ્સ નામે ઓફીસ ધરાવતા ગૌરવભાઈ રોહીતભાઈ રાવલપાસેથી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી કાર ભાડે લઈ ફરાર થઇ ગયેલ રાજકોટના મોહીન માંકડને રાજકોટ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી લઈ અમદાવાદ સેટેલાઇટ પોલીસને સોંપ્યો હતો. ગઈ તા.22/01/2023 ના ગાડી સુરત રહેતાં જતીન જોષી સાથે રાજકોટ રહેતો અકીલ ઓયબભાઈ કાસમાણી પણ આવેલોઅને જતીન જોષીએ તેમની પાસેનું આધાર કાર્ડની ઝેરોક્ષ આપીને કાર બે દીવસ માટે ભાડે લઈ ગયા બાદ પરત આવ્યો ન હતો સુરતના જતીન જોષી નામના યુવકનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી રાજકોટમાં નેહરુનગરમાં રહેતાં મોહીન જિયાઉદીન માંકડ કાર ભાડે લઈ કાર અન્ય શખ્સને વેંચી નંખ્યાનું કબુલ્યું હતું
