કેન્દ્રીય મંત્રીના ઘરમાં યુવાનની ગોળી મારી હત્યા
યુપી સ્થિત નિવાસ્થાનમાંથી લાશ મળી
મૃતદેહ પાસેથી મંત્રીના પુત્રની પિસ્ટલ મળી આવી
એક અત્યંત રહસ્યમય ઘટનામાં ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઉત્તર પ્રદેશના બેગરિયા ગામમાં આવેલા નિવાસ્થાનમાંથી શુક્રવારે સવારેએક યુવાનની ગોળી મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકનું નામ વિનય શ્રી વાસ્તવ હોવાનું અને તે કૌશલ કિશોરના પુત્ર વિકાસનો મિત્રો હોવાનું તેમજ તેની જ સાથે રહેતો હોવાનું ખુલ્યું છે. ઘટના સ્થળેથી વિકાસની પિસ્તોલ પણ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકના માથા ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા બનાવની રાત્રે ઘટના સ્થળે છ શખ્સો આવ્યા હતા અને બધાએ સાથે ખાધું પીધું હતું. પોલીસે શમીમ ગાઝી બાવા નામના યુવાન સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.શમિમ ગાઝી બાવા પણ મંત્રી પુત્ર વિકાસનો મિત્ર હોવાનું સામે આવ્યું છે.
એક પુત્રનું શરાબને કારણે મૃત્યુ થયું હતું
મંત્રી કૌશલ કિશોરના પુત્ર આકાશ કિશોરનું 2020 માં શરાબના વધારે પડતા સેવનને કારણે મૃત્યુ થયું હતું. સંઘ દોષને કારણે આકાશ વ્યસની બની ગયો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કૌશલ કિશોરે વ્યસનમુક્તિ અભિયાન નો પ્રારંભ કર્યો હતો અને પોતાની પુત્રીઓ ને દારૂના વ્યસનિયો સાથે ન પરણાવવા માટે વાલીઓને જાહેર અપીલ કરી હતી.