કોણ કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા ? વાંચો
દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને શનિવારે મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા.
આ તમામ નેતાઓને દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ પાર્ટીમાં સામેલ કર્યા હતા. 28 એપ્રિલે જ લવલીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એમણે ટોચની નેતાગીરી અને કોંગ્રેસના પ્રભારી સામે આક્ષેપો કર્યા હતા. કોઈ પણ નિર્ણય લેવાની પરવાનગી નથી તેવો આરોપ એમણે ટોચના નેતાઓ પર મૂક્યો હતો.
ભાજપમાં જોડાયા બાદ લવલીએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમે દિલ્હીમાં બીજેપીની સરકાર બનાવવા માટે જે પણ કરી શકીએ તે કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે લવલી અને રાજકુમાર ચૌહાણ બંને શીલા દીક્ષિત સરકારમાં મંત્રી હતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકડાયેલા હતા.