દિલ્હીમાં ચુંટણી પહેલા કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? વાંચો
- કેજરીવાલને ચુંટણી પહેલા ઝટકો ; દારૂકાંડમાં કેસ ચાલશે
- દિલ્હીના એલજીએ ઇડીને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી
આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો દારૂ કાંડ પીછો છોડે તેવું લાગતું નથી. શનિવારે દિલ્હીના એલજીએ આ કૌભાંડ અંતર્ગત કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી ઇડીને આપી દીધી હતી અને ચુંટણી પહેલા જ કેજરીવાલની મુશ્કેલી વધી ગઈ છે.
ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચુંટણી થવાની છે. દારૂકાંડમાં કેજરીવાલ જેલ યાત્રા પણ કરી ચૂક્યા છે. એમના બીજા મંત્રીઓ અને નેતાઓ પણ જેલ યાત્રા કરી ચૂક્યા છે. ચુંટણી પહેલા જ કેજરીવાલને આ મુદ્દા પર ઝટકો લાગી ગયો છે ત્યારે આપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ મુદ્દા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને એવો સવાલ કર્યો હતો કે જો એલજી દ્વારા મંજૂરી અપાઈ હોય તો તેની કોપી ક્યાં છે ? આ બધુ એક અફવા જ છે. બધા જ આપના નેતાઓએ કોપીની માંગણી કરેલી છે પણ કોઈ કોપી બતાવતા નથી. આ મુદ્દા પર અમે અનેક સવાલો કર્યા છે.

આપ હવે એવું બતાવવા માંગે છે કે ભાજપ ચુંટણી પહેલા ગભરાયેલો દેખાય છે. ફરીવાર પોતાના વિરોધીઓને દબાવવા માટે એજન્સીઓનો દુરુપયોગ કરવા માંગે છે. આપ દ્વારા આ બાબત પર સહાનુભૂતિ લેવાનો પ્રયાસ પણ થઈ શકે છે અને લોકોને પોતે નિર્દોષ હોવાનું કહીને લાભ મેળવવા પ્રયાસ કરી શકે છે.
બીજી બાજુ ભાજપ એવો પ્રચાર કરશે કે આ કૌભાંડમાં કેજરીવાલ જ કિંગપીન છે. કેજરીવાલ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તેવો પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવશે. અને જનતા સામે એમના કૌભાંડની યાદો ફરી તાજી કરાવી શકે છે.