નાણામંત્રીએ શું કરી ચોખવટ ? કયા ટેક્સ અંગે શું કહ્યું ?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને મીડિયા સામે એવી ચોખવટ કરી હતી કે નવી સરકાર રચાયા બાદ કેપિટલ ગેઇન ટેક્સમાં કે તેના માળખામાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. સરાક્રરની એવી કોઈ વિચારણા નથી. અત્યારનું માળખું જ યથાવત રહેવાનું છે.
મીડિયામાં આ પ્રકારના પ્રસિધ્ધ થયેલા અહેવાલોને એમણે રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ ફક્ત કપોળ કલ્પના જ છે અને તેમાં કોઈ સત્ય નથી. સરકારે આવી કોઈ હિલચાલનો સંકેત પણ આપ્યો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા અહેવાલો પ્રસિધ્ધ થયા છે.
નાણામંત્રીના આ નિવેદન બાદ નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ ચોખવટ બાદ હવે માર્કેટમાં જોરદાર ઉછાળો આવી શકે છે. નાણામંત્રીએ તો એમ પણ કહ્યું હતું કે ખબર નથી આવા અહેવાલો આવ્યા ક્યાંથી ? એમણે ટ્વીટ કરીને આવા અહેવાલો અંગે ભારે આશ્ચર્ય પ્રગટ કર્યું હતું.
નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે ભાજપની સરકાર ફરી રચાશે તો ટેક્સના માળખામાં આવા કોઈ ફેરફાર કરવાનો ઇરાદો જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા.