ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદ, અનેક માર્ગો બંધ પડી ગયા
ગંગોત્રી હાઈવે સતત ત્રીજા દિવસે બંધ, કાચા મકાનોને નુકસાની
ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યોમાં ભારે વિનાશ અને તારાજી સર્જાઈ છે. આ દરમિયાન ઉત્તરાખંડથી એક માઠા અહેવાલ આવી રહ્યા છે. અહીં ભારે વરસાદને લીધે પર્વતીય ક્ષેત્રોમાં માર્ગો અવરોધાયા છે. કાચા મકાનોને નુકસાની થઈ છે અને ક્યાંક મકાનો પડી પણ ગયા છે.
ગંગૌત્રી હાઈવેને સતત ત્રીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી હતી. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ હાઈવે મૈઠાણામાં ત્રણ કલાક અવરોધાયું હતું. નજીબાબાદ-બુઆખાલ હાઇવે પણ ત્રણ દિવસથી ઠપ છે. કુમાઉં મંડલમાં ટનકપુર-તવાઘાટ હાઈવે ધારચૂલાથી તવાઘાટ વચ્ચે અવરોધિત છે. તેના લીધે નેપાળ અને ચીન સરહદે આવેલા 60થી વધુ ગામડા સંપર્ક વિહોણા થઈ ગયા છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદનું અનુમાન છે. ગત મંગળવારે ભારે વરસાદને લીધે બગડધારમાં ગંગૌત્રી હાઈવેનો એક હિસ્સો ધસી પડ્યો હતો. તેના લીધે હાઈવે બંધ કરી દેવાયો