કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ચોખવટ, વિધાનસભાની ચુંટણી પાછી નહીં ઠેલાય
ચુંટણીઑ વહેલી કે મોડી નહીં, સમયસર જ થશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવી ચોખવટ કરી છે કે લોકસભાની ચુંટણી વહેલી કરાવવાની સરકારની કોઈ યોજના નથી. વડાપ્રધાન એમની ટર્મના અંતિમ દિન સુધી લોકોની સેવા કરશે.
એમણે એમ પણ કહ્યું હતું કે આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી થવાની છે અને તેને પણ ડિલે કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. આ પ્રકારના બધા જ અહેવાલોને એમણે રદિયો આપ્યો હતો.
ઠાકુરે વધુમાં કહ્યું કે સરકારે વન નેશન વન ઇલેક્શન માટે એક સમિતિની રચના કરી છે અને સંબંધીતો સાથે મસળતો કરશે અને ત્યારબાદ અહેવાલ આપશે.
છેલ્લા કેટલાક દિવસોથી ચુંટણીને લઈને અલગ અલગ પ્રકારના અનુમાનો વહેતા થયા હતા અને તે બધી વાતોને મંત્રીએ બોગસ બતાવી હતી.